ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ, દિલ્હીના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે વૅક્સિન લગાવ્યા પછી કોરોના સામે ઍન્ટિ-બૉડી ૮ મહિના અથવા વધુ સમય સુધી રહી શકે છે. તેમણે કહ્યું કે વૈજ્ઞાનિકો લાંબા સમય સુધીની સુરક્ષા માટે ઝડપથી કામ કરી રહ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ૫૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને વૅક્સિનેશન માર્ચથી શરૂ થઈ શકે છે. કોરોના પર નૅશનલ ટાસ્ક ફોર્સના સભ્ય ગુલેરિયાએ સોશ્યલ મીડિયા પર ઘણા સવાલોના જવાબ પણ આપ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લગભગ ૧૪ દિવસ બાદ ઍન્ટિ-બૉડી વિકસિત થશે. એ સ્પષ્ટ નથી કે એના દ્વારા મળતી સુરક્ષા કેટલા દિવસ સુધી રહેશે, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ ઓછામાં ઓછું ૮ મહિના કે એથી વધુ સમય સુધી અસરકારક રહેશે.
ગુલેરિયાએ જણાવ્યું હતું કે ઉંમરના આધારે વધુ ગંભીર બીમારીથી પીડાતા લોકોને પણ વૅક્સિન આપવામાં આવશે. શા માટે સરકાર અન્ય દેશોને વૅક્સિનની સપ્લાય કરીને આપણા દેશના લોકોને વૅક્સિન અપાવાથી કેમ વંચિત રાખી રહી છે? આ સવાલના જવાબમાં ગુલેરિયાએ કહ્યું હતું કે લોકો મુસાફરી કરીને વાઇરસના વાહક બને છે. આ માટે પ્રસારને નિયંત્રિત કરવા માટે દરેકને વિશ્વ સ્તર પર વૅક્સિન લગાવવામાં આવવી જોઈએ. એટલા માટે, દરેક દેશોને વૅક્સિનનો પોતાનો હિસ્સો પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે.
મુંબઇમાં આજે નહીં લાગે Corona Vaccine, જાણો વધુ
7th March, 2021 13:45 ISTVideo: 100મા જન્મદિવસે મુંબઇના આ 'દાદી'ને પહેલા વેક્સીન અને પછી આ...
7th March, 2021 12:10 ISTકોરોનાના ઍક્ટિવ કેસ વધુ હોય ત્યાં રસીકરણને વેગ આપવા રાજ્યોને કેન્દ્રનો આદેશ
7th March, 2021 09:27 ISTઅંધેરી તરફ જઈ રહ્યા હો તો સાવચેત રહેજો...
7th March, 2021 09:27 IST