Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં ગૅન્ગ-રેપની વધુ એક ઘટના : પંજાબમાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીએ સુસાઇડ કર્યું

દિલ્હીમાં ગૅન્ગ-રેપની વધુ એક ઘટના : પંજાબમાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીએ સુસાઇડ કર્યું

28 December, 2012 05:59 AM IST |

દિલ્હીમાં ગૅન્ગ-રેપની વધુ એક ઘટના : પંજાબમાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીએ સુસાઇડ કર્યું

દિલ્હીમાં ગૅન્ગ-રેપની વધુ એક ઘટના : પંજાબમાં બળાત્કારનો ભોગ બનેલી કિશોરીએ સુસાઇડ કર્યું


સાઉથ દિલ્હીમાં બુધવારે રાત્રે ત્રણ પુરુષોએ ૪૨ વર્ષની મહિલાને ગૅન્ગ-રેપ બાદ રસ્તા પર ફેંકી દીધી હતી. બાદમાં રાહદારીઓનું ધ્યાન જતાં તેમણે પોલીસને જાણ કરી હતી. બાદમાં મહિલાએ પોલીસને કહ્યું હતું કે તે મૂળ જયપુરની વતની છે. દિલ્હી પોલીસના પ્રવક્તા રાજન ભગતે કહ્યું હતું કે મહિલા ૨૨ ડિસેમ્બરે વૃદાંવન ગઈ હતી જ્યાંથી તે દિલીપ વર્મા નામના પરિચિત સાથે કારમાં આગ્રા જવા માટે તૈયાર થઈ હતી. રસ્તામાં તેમની સાથે અન્ય બે વ્યક્તિ પણ જોડાઈ હતી. બાદમાં આ ત્રણેએ સામૂહિક બળાત્કાર કરીને મહિલાને સાઉથ દિલ્હીમાં ફેંકી દીધી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે વૃંદાવન નજીક એક આશ્રમમાં મહિલા પર ગૅન્ગ-રેપ થયો હતો.

આ તરફ વધુ એક શૉકિંગ ઘટનામાં પંજાબના પટિયાલા શહેરમાં એક મહિના પહેલાં અપહરણ બાદ સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ કાલે આત્મહત્યા કરી લીધી હતી. બળાત્કાર બાદ આરોપીઓએ કિશોરીને ફેંકી દીધી હતી. આરોપીઓની ઓળખ થઈ હોવા છતાં પોલીસે તેમની ધરપકડ કરી ન હતી. રાજ્ય સરકારે આ ઘટનાની ગંભીર નોંધ લેતાં એક પોલીસ-અધિકારીને સસ્પેન્ડ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2012 05:59 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK