પામ બીચ રોડ પર વધુ એક અકસ્માત

Published: 27th December, 2011 04:48 IST

કાર સાથે અથડાતાં બાઇકસવારનું મૃત્યુ : બેફામ વાહન ચલાવનાર સામે થશે કડક કાર્યવાહીબે સપ્તાહ પહેલાં જ પામ બીચ રોડ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો એ બનાવ ભુલાયો નથી ત્યાં રવિવારે રાત્રે આવા જ એક બનાવમાં બેફામ બાઇક હાંકવાથી નડેલા અકસ્માતમાં ૧ વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો છે. પામ બીચ રોડ પર બેલાપુર તરફ જતી એક બાઇક જમણી તરફ વળતી એક કાર સાથે જોશભેર અથડાતાં આ અકસ્માત થયો હતો. એનઆરઆઇ કોસ્ટલ પોલીસે અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ભાગી જનાર કાર ડ્રાઇવર સચિન પાટીલની ધરપકડ કરી હતી.

મૃત્યુ પામનાર ૧૯ વર્ષનો અશરફ શેખ બાઇક ચલાવતો હતો અને બેફામ ઝડપે જતી બાઇક કાર સાથે અથડાતાં ૧૮ વર્ષનો આયુષ કનોજિયા ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત બાદ તરત જ ઘટનાસ્થળે પહોંચનાર અનુભવ બેલેએ કહ્યું હતું કે તે વાશી તરફ જઈ રહ્યો હતો ત્યારે તેણે રસ્તામાં લોહીના ખાબોચિયામાં તરફડિયાં મારતા આ બન્ને જણને જોયા હતા. બન્નેને અલગ-અલગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલ થનાર આયુષ ખારઘરમાં રહે છે અને અત્યારે જયપુરમાં સીએનો અભ્યાસ કરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK