Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉદ્ધવ સરકારના બીજા કૅબિનેટ મિનિસ્ટર કોરોનાની ઝપટમાં આવ્યા

ઉદ્ધવ સરકારના બીજા કૅબિનેટ મિનિસ્ટર કોરોનાની ઝપટમાં આવ્યા

26 May, 2020 07:31 AM IST | Mumbai
Mumbai Correspondent

ઉદ્ધવ સરકારના બીજા કૅબિનેટ મિનિસ્ટર કોરોનાની ઝપટમાં આવ્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકારના કૅબિનેટ પ્રધાન અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું છે. રવિવારે તેમની કોવિડ-19 ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં મહા વિકાસ આઘાડીના ગૃહનિર્માણ પ્રધાન અને એનસીપીના નેતા જિતેન્દ્ર આવ્હાડને પણ કોરોનાનું સંક્રમણ થયું હતું, જેઓ સારવાર બાદ સાજા થયા છે.

રાજ્યમાં બાવીસમી માર્ચથી લૉકડાઉન લાગુ કરાયા બાદથી પ્રધાન નાંદેડમાં છે. વચ્ચે વિધાન પરિષદની ચૂંટણી વખતે તેઓ મુંબઈ આવ્યા હતા. ત્યાર બાદ તેઓ નાંદેડ ગયા હતા. નાંદેડના ઘરે પહોંચ્યા બાદ હોમ ક્વૉરન્ટીન થયા હતા અને તેમણે પોતાને પરિવારજનોથી અળગા રાખ્યા હતા.



નાંદેડની હૉસ્પિટલમાં તેમની કોવિડ-19ની ટેસ્ટ માટે સૅમ્પલ લેવાયું હતું, જેનો રિપોર્ટ રવિવારે પૉઝિટિવ આવતાં તેમને નાંદેડની એક હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરીને સારવાર ચાલુ કરાઈ હતી. એમની તબિયત સ્થિર હોવાથી તેમને આગળની સારવાર મુંબઈમાં કરાવવાનો નિર્ણય લેવાયા બાદ બાય રોડ ઍમ્બ્યુલન્સમાં તેમને મુંબઈ લવાયા હોવાનું જાણવા મળ્યું હતું.


અગાઉ જિતેન્દ્ર આવ્હાડ પણ કોરોનામાં સપડાયા હતા. તાજેતરમાં તેઓ કોરોનાને માત આપીને હૉસ્પિટલમાંથી સાજા થઈને ઘરે આવ્યા હતા. જોકે હવે આવ્હાડ પછી બીજા પ્રધાન પણ કોરોનામાં સપડાયા છે અને તેને કારણે સરકાર ચિંતામાં છે.


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2020 07:31 AM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK