મોદી સરકારનો વધુ એક ઝટકો, રેલવેની હાલત છેલ્લા 10 વર્ષમાં સૌથી ખરાબ

Published: Dec 02, 2019, 19:55 IST | New Delhi

ભારતમાં મોદી સરકાર સામે એક પછી એક સમસ્યાઓના પુલ બંધાતા જાય છે. હજું હાલમાં જ દેશના બીજા ક્વાર્ટરનો વિકાસ દર (GDP) તળીયે પહોંચી ગયો હતો. ત્યારે હવે CAG ના રીપોર્ટે મોદી સરકારને ઝટકો આપ્યો છે.

ભારતીય રેલવે
ભારતીય રેલવે

ભારતમાં મોદી સરકાર સામે એક પછી એક સમસ્યાઓના પુલ બંધાતા જાય છે. હજું હાલમાં જ દેશના બીજા ક્વાર્ટરનો વિકાસ દર (GDP) તળીયે પહોંચી ગયો હતો. ત્યારે હવે CAG ના રીપોર્ટે મોદી સરકારને ઝટકો આપ્યો છે. CAG ના રીપોર્ટ પ્રમાણે ભારતીય રેલ્વે છેલ્લા 10 વર્ષમાં આવકની દ્રષ્ટીએ સૌથી નીચલા સ્તર પર પહોંચી છે. એક તરફ મોદી સરકાર સૌથી મોંઘો બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને લઇને કામ કરી રહી છે ત્યારે કેન્દ્ર સરકારની રેલવે હાલ તેની સૌથી ખરાબ હાલતમાં ચાલી રહી છે.

100 રૂપિયા કમાવવા માટે રેલવે તંત્રએ 98.44 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે
સંસદમાં મુકવામાં આવેલા કેગના રીપોર્ટ પ્રમાણે ભારતીય રેલવેએ 100 રૂપિયા કમાવવા માટે વર્ષ 2017-18 માં 98.44 રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. એટલે કે રેલવે મુસાફરોને અદ્યતન સુવિધાઓ આપ્યા બાદ પણ 2 રૂપિયા પણ નથી કમાવી શકતી. તો આજથી 10 વર્ષ પહેલા વર્ષ 2008-09માં રેલવે તંત્રને 100 રૂપિયા કમાવવા માટે 90.48 રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

આવક ઘટી પણ આવક માટે થતાં ખર્ચના પ્રમાણમાં વધારો થયો
CAG નારેલવેના છેલ્લા 10 વર્ષના રીપોર્ટ પ્રમાણે રેલવેની આવતનો દર ઘણો ધીમો છે. તેની સરખામણીએ ખર્ચનો વૃદ્ધી દર ઘણો જ ઊંચો જઇ રહ્યો છે. પોતાના અહેવાલમાં રેલવેને ચેતવણી આપતાં કેગ દ્વારા કેટલાંક ઉપાયો પણ સુચવવામાં આવ્યા છે. એ મુજબ, કેપિટલ લોસમાં કાપ મૂકવા પર ભાર અપાયો છે. તો બીજી તરફ બજારમાંથી મળતાં ફંડનો પૂરો ઉપયોગ કરવાનું સુચન પણ કરવામાં આવ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK