Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કૉન્ગ્રેસથી નારાજ સંજય નિરૂપમે મિલિંદ દેવરાને નિકમ્મા કહ્યા!

કૉન્ગ્રેસથી નારાજ સંજય નિરૂપમે મિલિંદ દેવરાને નિકમ્મા કહ્યા!

15 October, 2019 03:40 PM IST | મુંબઈ ડેસ્ક

કૉન્ગ્રેસથી નારાજ સંજય નિરૂપમે મિલિંદ દેવરાને નિકમ્મા કહ્યા!

કૉન્ગ્રેસથી નારાજ સંજય નિરૂપમે મિલિંદ દેવરાને નિકમ્મા કહ્યા!


મુંબઈ : (જી.એન.એસ.) કૉન્ગ્રેસથી નારાજ થઈ ગયેલા સંજય નિરૂપમે એક ટ્વીટમાં સોમવારે ‘નિકમ્મા ’ (નકામો) શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેને પ્રતિસ્પર્ધી નેતા મિલિંદ દેવરા પર પ્રહાર માનવામાં આવે છે, કેમ કે કૉન્ગ્રેસના મહારાષ્ટ્ર યુનિટમાં પારસ્પરિક લડાઈ વધી રહી છે. આ ટ્વીટ ભૂતપૂર્વ સંસદસભ્ય સંજય નિરૂપમે મુંબઈમાં યોજાયેલી રાહુલ ગાંધીની રૅલીમાં ગેરહાજર રહેવાને લઈને ચાલી રહેલી અટકળબાજીથી છૂટવા માટે કર્યું હતું.

સંજય નિરૂપમે ટ્વીટમાં કોઈનું પણ નામ લીધા વગર લખ્યું કે ‘મુંબઈની રૅલીઓમાંથી ગેરહાજરી વિશે લગાવવામાં આવી રહેલી અટકળો અને વ્યક્ત કરાતી શંકાઓ નિરાધાર છે. એક મહત્ત્વના પારિવારિક સમારંભને કારણે હું આખો દિવસ અને રાત સુધી વ્યસ્ત હતો. તેમને મેં અગાઉથી જ સૂચના આપી દીધી હતી. તેઓ મારા નેતા છે અને મારા માટે હંમેશાં તેઓ જ રહેશે, પરંતુ નિકમ્મો (નકામો) કેમ ગેરહાજર હતો?’
કૉન્ગ્રેસના ભૂતપૂર્વ સાંસદે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે ‘હું ૨૧ ઑક્ટોબરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર નહીં કરું. મેં એ સ્પષ્ટ કર્યું હતું કે મેં ભલામણ કરેલા ઉમેદવારોને નાપસંદ કરવામાં આવતાં હું નારાજ છું.’


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2019 03:40 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK