સામાજિક કાર્યકર અણ્ણા હઝારે ૧૭ ઑક્ટોબરથી એક અઠવાડિયા સુધી તેમના વતન રાળેગણ સિદ્ધિમાં મૌન વ્રત ધારણ કરશે, એવું તેમની નજીકના સાથીદાર શ્યામ અસાવાએ જણાવ્યું હતું. પ્રશાંત ભૂષણની ટિપ્પણી અને ત્યાર બાદ થયેલી તેમની મારઝૂડને કારણે થયેલા વિવાદ પછી જ ગઈ કાલે અણ્ણા હઝારેએ મૌન વ્રત ધારણ કરવાની જાહેરાત કરી છે એ આશ્ચર્યજનક છે.
ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના ઍક્ટિવિસ્ટ શ્યામ અસાવાએ કહ્યું હતું કે ‘મજબૂત લોકપાલ બિલ લાવવા માટે દિલ્હીમાં ઑગસ્ટ મહિનામાં ૧૨ દિવસ સુધી ઉપવાસ કર્યા બાદ અણ્ણા સતત લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. એને લીધે તેમણે ભારે તાણનો સામનો કરવો પડ્યો છે. તેમને આરામની જરૂર છે અને એટલે જ તેમણે એક અઠવાડિયા સુધી આત્મશાંતિ માટે મૌન વ્રત ધારણ કરવાનો નિર્ણય લીધો છે.’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મહાસચિવ સુરેશ ‘ભૈયાજી’ જોશીએ કહ્યું હતું કે ‘આરએસએસ અણ્ણાની ભ્રષ્ટાચાર વિરોધી ચળવળનો ભાગ રહ્યું છે.
કૉન્ગ્રેસ સાથે કામ કરીશ
સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘જો કૉન્ગ્રેસ શિયાળુ સત્રમાં લોકપાલ બિલ નહીં લાવે તો હું ચોક્કસ તેમની વિરુદ્ધ પ્રચાર કરીશ, પરંતુ જો કૉન્ગ્રેસ લોકપાલ બિલ લાવશે તો અમે કૉન્ગ્રેસની વિરુદ્ધ પ્રચાર નહીં કરીએ. જો તેઓ લોકપાલ બિલ લાવતા હોય તો તેમની વિરુદ્ધ જવાનો કોઈ અર્થ નથી રહેતો. ઊલટું અમે તેમની સાથે કામ કરીશું. હજી તો રાઇટ ટુ રિજેક્ટ, વિકેન્દ્રીકરણ અને ગ્રામસભાને વધુ સત્તા સહિતના અનેક સુધારાઓ લાવવાના બાકી છે.’
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK