બીમાર હોવા છતાં અણ્ણા આજથી ઉપવાસ પર

Published: 27th December, 2011 04:56 IST

સામાજિક કાર્યકર અણ્ણા હઝારેને શરદી અને કફ થઈ ગયાં છે તથા તેઓ છેલ્લા ત્રણ દિવસથી ડૉક્ટરની દેખરેખ હેઠળ છે છતાં તેઓ નબળા લોકપાલ બિલના વિરોધમાં આજથી મુંબઈમાં ઉપવાસ આંદોલન શરૂ કરશે.

 

અણ્ણાને બે દિવસ તાવ રહ્યો હતો. જોકે ગઈ કાલે તાવ ઓછો થઈ ગયો હતો, પરંતુ તેઓ નબળાઈનો અનુભવ કરી રહ્યા હતા. શરીરથી નબળાઈ અનુભવી રહેલા આ ગાંધીવિચારક મનથી એટલા જ મજબૂત છે અને આજથી મુંબઈના એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજનલ ડેવલપમેન્ટ ઑથોરિટી) ગ્રાઉન્ડમાં ઉપવાસ આંદોલન શરૂ કરશે.

એક લાખ નેટિઝનોએ લીધી જેલ ભરવાની પ્રતિજ્ઞા

ટીમ અણ્ણાએ શુક્રવારે જેલ ભરો આંદોલ માટે www.Jailchalo.com નામની વેબસાઇટ શરૂ કરી હતી. સોમવાર સુધીમાં આ વેબસાઇટ પર એક લાખ કરતાં વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવી ધરપકડ વહોરવાની તૈયારી બતાવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK