અણ્ણા હઝારેના ઉપવાસ ડ્રામા સાબિત થયા : લાલુ પ્રસાદ યાદવ

Published: 30th December, 2011 05:14 IST

અણ્ણા હઝારેએ મુંબઈમાં પોતાના ઉપવાસ અધવચ્ચેથી પૂરા કર્યા અને જેલભરો આંદોલન સ્થગિત કરવાની જાહેરાત કરી એ પછી રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ યાદવે આ નિર્ણય વિશે અને લોકપાલ બિલના મુદ્દે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘અણ્ણાનું ઉપવાસ આંદોલન એક નાટક છે જે ફ્લૉપ શો સાબિત થયું છે.

 

જોકે સરકારનું લોકપાલ બિલ પણ  બહુ નબળું છે અને એ ભ્રષ્ટાચાર દૂર કરવા સક્ષમ નથી.’ જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ કમેન્ટમાં કહ્યું છે કે હવે ટીમ અણ્ણા મુંબઈવાળાઓને ભ્રષ્ટ, દેશવિરોધી અને ચોર કહેશે; કારણ કે તેમણે અણ્ણાના ઉપવાસને બહુ મહત્વ નથી આપ્યું. રાજ્યસભાના સભ્ય વિજય માલ્યા અને કૉન્ગ્રેસના પ્રધાન દિગ્વિજય સિંહે પણ અણ્ણાના ઉપવાસ વિશે ટિપ્પણી કરી છે. વિજય માલ્યાએ કહ્યું હતું કે અણ્ણાએ સરકાર પર દબાણ કરીને લોકસભામાં બિલ પસાર કરાવી દીધું, પણ આખરે તેમણે વચ્ચેથી ઉપવાસ તોડી નાખ્યા અને જેલભરો આંદોલનમાંથી ખસી ગયા એ વાત આશ્ચર્યજનક છે.

દિગ્વિજય સિંહે કહ્યું હતું કે ‘હું એ વાત પર ખુશ છું કે અણ્ણા હઝારેએ પોતાના ઉપવાસ તોડ્યા છે. હવે તેમણે ગ્રામીણ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK