Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અણ્ણા ઉપવાસ પર ક્યાં બેસશે એને લઈને હજી સુધી કન્ફ્યુઝન

અણ્ણા ઉપવાસ પર ક્યાં બેસશે એને લઈને હજી સુધી કન્ફ્યુઝન

23 December, 2011 03:54 AM IST |

અણ્ણા ઉપવાસ પર ક્યાં બેસશે એને લઈને હજી સુધી કન્ફ્યુઝન

અણ્ણા ઉપવાસ પર ક્યાં બેસશે એને લઈને હજી સુધી કન્ફ્યુઝન






ટીમ અણ્ણાએ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી) ગ્રાઉન્ડમાં ઉપવાસ પર બેસવાનો પ્લાન ડ્રૉપ કયોર્ છે અને પહેલાં જે જગ્યાએ ધરણાં કરવાનું નક્કી કર્યું હતું ત્યાં જ એટલે કે આઝાદ મેદાનમાં ધરણાં કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ આઝાદ મેદાન લાખો લોકોને સમાવી શકવા માટે સક્ષમ નથી. આ ઉપરાંત ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શને એમએમઆરડીએ ગ્રાઉન્ડ ભાડું લીધા વગર ઉપવાસ કરવા માટે આપવામાં આવે એ માટે મુંબઈ હાઇ ર્કોટમાં રિટ પિટિશન ફાઇલ કરી છે. આને કારણે અણ્ણા હઝારે ત્રણ દિવસ ભૂખહડતાળ પર ક્યાં ઊતરશે એનું સસ્પેન્સ હજી એકાદ-બે દિવસ રહે એવી શક્યતા છે.

ફાઇવસ્ટાર આંદોલન નથી
અણ્ણા હઝારે ત્રણ દિવસ મુંબઈમાં ઉપવાસ કરશે અને ત્યાર બાદ નવી દિલ્હી જઈને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ઘરની બહાર જેલભરો આંદોલનની શરૂઆત કરશે. અહીં સપોર્ટ કરવા માટે એક લાખ જેટલા લોકો આવે એવી શક્યતા છે. આઝાદ મેદાન પર ધરણાં કરવાના લેવાયેલા નિર્ણય વિશે આઇએસી (ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન) મુંબઈનાં મેમ્બર પ્રીતિ મેનને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એમએમઆરડીએ ગ્રાઉન્ડનું ભાડું અણ્ણા હઝારેને વધારે લાગ્યું હતું અને લોકો પાસેથી પૈસા લઈને ભૂખહડતાળ કરવી તેમને યોગ્ય ન લાગી. અણ્ણા હઝારેએ કહ્યું હતું કે મને કોઈના પૈસા જોઈતા નથી અને આ કંઈ ફાઇવસ્ટાર આંદોલન નથી. ત્યાર બાદ ફરી આઝાદ મેદાન પર અનશન કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. આને લઈને ગઈ કાલે આઇએસીના મેમ્બરોએ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી) ચેરિંગ દોરજી સાથે મીટિંગ કરી હતી અને તેમની પાસેથી પરમિશન મળી ગઈ હતી. આ ઉપરાંત બીજી જરૂરી એવી પરમિશન માટે ટીમે તૈયારી શરૂ કરી દીધી છે.’


સાઉથ મુંબઈ બંધ રાખવું પડશે
મુંબઈપોલીસે ૩૦,૦૦૦ લોકો અણ્ણાને સપોર્ટ કરવા આવે એવી શક્યતા વ્યક્ત કરી હતી. ઍડિશનલ સ્પેસ ન હોવાથી પોલીસે આ બાબતે ગૃહમંત્રાલયને વૉર્ન કર્યું છે. અણ્ણા હઝારે મુંબઈ આવવાના હોવાથી ગયા વખત કરતાં વધારે લોકો આવવાની શક્યતા હોવાથી મેદાન તો ભરાઈ જશે, પરંતુ રોડ અને એની આસપાસનો વિસ્તાર લોકોનાં ટોળાંથી ભરાઈ જવાથી સાઉથ મુંબઈમાં બંધ રાખવું પડે એવી શક્યતા છે. આઝાદ મેદાન પર પણ જો અણ્ણા ટીમ ભૂખહડતાળ પર ઊતરે તો એની નજીક મહત્વની ઑફિસો, બિલ્ડિંગો અને સુધરાઈનું હેડક્વૉર્ટર આવેલાં છે. આને કારણે મોટા ગ્રુપની વચ્ચે રોડને ટ્રાફિક-ફ્રી રાખવો પૉસિબલ નથી.

મેટર ર્કોટમાં
આઝાદ મેદાનની આઠ હજાર લોકોને જ સમાવી શકવાની કૅપેસિટી છે, જ્યારે એમએમઆરડીએ ગ્રાઉન્ડ પર એક લાખ લોકો સમાવી શકાય એમ છે એમ જણાવીને પ્રીતિ મેનને કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણને એમએમઆરડીએ ગ્રાઉન્ડના ભાડામાં કન્સેશન આપવાની અથવા તો ભાડું ન લેવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમણે વાત નકારી કાઢી હોવાથી અમે હાઈ કોર્ટમાં જવાનો નિર્ણય લીધો છે. કોર્ટમાં જવાની વાત પહેલેથી જ વ્યક્ત કરવામાં આવી હતી. આ પિટિશન એમએમઆરડીએ અને રાજ્ય સરકાર વિરુદ્ધ છે. વિરોધ-પ્રદર્શન કરવું નાગરિકોનો બંધારણીય હક છે અને ગ્રાઉન્ડ ફ્રી ઑફ કૉસ્ટ મળવું જોઈએ એમ અરજીમાં જણાવવામાં આવ્યું છે.’ ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડી રહેલા સામાજિક કાર્યકર અણ્ણા હઝારે જનલોકપાલ બિલ માટે ૨૭ ડિસેમ્બરથી ત્રણ દિવસ ભૂખહડતાળ પર ઊતરવાના છે.

ત્રણ દિવસના ઉપવાસના ૧૯ લાખ ન પરવડે
જનલોકપાલ બિલ માટે અણ્ણા હઝારેની ત્રણ દિવસની ભૂખહડતાળ માટે ૧૯ લાખ રૂપિયા ખર્ચવાનું અણ્ણા હઝારેને યોગ્ય લાગ્યું ન હોવાથી તેમણે આઝાદ મેદાન પર ઉપવાસ કરવાનો નિર્ણય લીધો છે.
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના ૩૦,૦૦૦ સ્ક્વેર મીટરના એમએમઆરડીએ ગ્રાઉન્ડ પર ત્રણ દિવસના ઉપવાસ માટે ૧૯ લાખ રૂપિયા ખર્ચવા પડે એમ છે, જેમાં ૧૧ લાખ ૩૧ હજાર રૂપિયા ભાડું છે અને ૭ લાખ ૬૯ હજાર રૂપિયા ડિપોઝિટ હશે જે રીફન્ડેબલ રહેશે. પંડાલ બાંધવા માટે એક દિવસ પહેલાં અને પંડાલ કાઢવા માટે એક દિવસ પછીનું પણ ભાડું ભરવું પડે એમ છે.

એમએમઆરડીએ ગ્રાઉન્ડ રિઝર્વ રહેશે
એમએમઆરડીએની જગ્યા રિઝર્વ રાખવામાં આવી છે અને તેઓ આ માટે ૨૫ ડિસેમ્બર સુધી રાહ જોશે. આ વિશે એમએમઆરડીએના ડેપ્યુટી મેટ્રોપૉલિટન કમિશનર અનિલ વાનખેડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આમ તો અમે આટલે મોડે સુધી રાહ જોતા નથી, પરંતુ જે કારણે આ આંદોલન કરવામાં આવી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને પેમેન્ટ માટે ૨૫ ડિસેમ્બર સુધી રાહ જોઈશું. આના માટે કમિશનરના હાથમાં પાવર હોય છે. અમે તેમના માટે ગ્રાઉન્ડ રિઝર્વ રાખ્યું છે. તેમણે આપેલા કમિટમેન્ટ મુજબ તેમને ૨૬ ડિસેમ્બરથી ગ્રાઉન્ડ જોઈએ છે.’

મેદાનમાં રમાઈ રહેલી મૅચોને અસર પડી શકે
મુંબઈમાં ક્રિકેટ-ટુર્નામેન્ટ હૅન્ડલ કરતા દાઉદ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અણ્ણા હઝારે જો આઝાદ મેદાનમાં ઉપવાસ પર બેસશે તો ત્યાં રમાનારી સ્કૂલની ક્રિકેટમૅચોને અસર થઈ શકે છે, કારણ કે અણ્ણા હઝારે આઝાદ મેદાન પર અનશન પર બેસવાના છે અને આઝાદ મેદાનની એક બાજુના ભાગમાં આ આંદોલન કરવામાં આવશે, પરંતુ જો મોટી માત્રામાં પબ્લિક આવી તો તેઓ ક્રિકેટ રમાઈ રહેલા ભાગમાં પણ ગ્રાઉન્ડમાં ઘૂસી શકે છે અને મૅચો અટકી શકે છે. આની ખબર તો હવે ૨૭ ડિસેમ્બરે જ પડી શકે છે. જો પબ્લિક વધારે હશે તો મૅચ પોસ્ટપૉન કરવી પડશે.’

મુખ્ય પ્રધાનની ચુપ્પી
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ અણ્ણા હઝારેને લગતા નિર્ણયો ઉતાવળમાં લેવા માગતા નથી એવું લાગે છે. ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન દ્વારા પૃથ્વીરાજ ચવાણને એમએમઆરડીએ ગ્રાઉન્ડ માટે ભાડું ઓછું કરવાની અથવા તો રદ કરવાની માગણી કરવામાં આવી હતી, પરંતુ પૃથ્વીરાજ ચવાણે એમએમઆરડીએને આ ઇશ્યુને લઈને પોતાનો જવાબ સબ્ામિટ કરવાનું કહ્યું હતું. એમ પણ જાણવા મળ્યુંયું હતું કે અણ્ણા હઝારેએ પોતે ડાયરેક્ટ કંઈ બોલ્યા ન હોવાથી પૃથ્વીરાજ ચવાણ મૅટરમાં જલ્દી કરી રહ્યા નથી.

ઍન્ટિ-અણ્ણા ગ્રુપ પણ મેદાનમાં


ઍન્ટિ-અણ્ણા ગ્રુપ આખું એમએમઆરડીએ ગ્રાઉન્ડ બુક કરાવવા માગતું હતું, જેથી અણ્ણા અને તેમની ટીમ અહીં ઉપવાસ પર બેસી શકે નહીં. જોકે તેમનો આ પ્લાન ફ્લૉપ થયો છે, કારણ કે ફાઇનૅન્શિયલ ફન્ડ ન હોવાથી એ વર્કઆઉટ નહોતો થયો. હવે ટીમ અણ્ણાએ આઝાદ મેદાન પર આંદોલન કરવાનું નક્કી કર્યું છે. કૉન્ગ્રેસમૅન અને ઉત્તર ભારતીય વિકાસ પરિષદ નામના ગ્રુપના ફાઉન્ડર મુન્ના ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘અમે દસ હજાર સ્ક્વેર મીટરની જગ્યા માટે પરમિશન માગી હતી, પરંતુ એનો ભાવ ૬૦ લાખ રૂપિયા હોવાથી એ અમે માંડી વાળ્યુંયું હતું. હવે અણ્ણા હઝારે જ્યાં પણ ઉપવાસ પર બેસશે ત્યાં જઈને તેમના વિરોધમાં ઉપવાસ પર બેસીશું. પાર્ટી દ્વારા સ્ટ્રૉન્ગ લોકપાલ બિલ લાવવામાં આવી રહ્યું છે તો પછી સરકારને શા માટે બ્લૅકમેઇલ કરવામાં આવી રહી છે?’



 


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2011 03:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK