પેરાગ્લાઈડિંગ માટે ગયેલી મહિલાનું પેરાશૂટ થયું ખરાબ..જાણો પછી શું થયું?

Published: Oct 02, 2019, 16:02 IST | અંકારા

તુર્કીમાં પહેલીવાર પેરાગ્લાઈડિંગ પર હાથ અજમાવવા ગયેલા મહિલાનું પેરાશૂટ અચાનક ખરાબ થઈ ગયું.પછી શું થયું..જાણો....

પેરાગ્લાઈડિંગની મોજ માણતા મહિલા
પેરાગ્લાઈડિંગની મોજ માણતા મહિલા

પેરાગ્લાઈડિંગથી આકાશને આંબવાના સપના લાખો-કરોડો લોકો જુએ છે. પેરાગ્લાઈડિંગ આજે ટુરિસ્ટો માટે એડવેન્ચર અને મનોરંજનનું સાધન બની ગયું છે. હવે તેના માટે દિવાનગી વધી રહી છે. પરંતુ ક્યારેક તેમાં કડવા અનુભવો પણ થાય છે. આવી જ એક ઘટના તુર્કીથી સામે આવી છે. જેમાં એક મહિલા અને તેના પાયલટ સાથે થયેલી પેરાગ્લાઈડિંગ દુર્ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. પરંતુ આ વીડિયો જોઈને તમે ખુશ થઈ જશો.

વીડિયોમાં, તમે જોઈ શકો છો કે મહિલાને મજા આવી રહી છે અને તે અલાન્યા શહેરના નજારાનો આનંદ લઈ રહી છે. વીડિયોમાં તમને પહાડ અને નીચેના સમુદ્રની ઝલક પણ જોવા મળશે મહિલા ઉત્સાહમાં ચીસો પણ પાડી રહી છે અને તે કહી રહી છે, 'હું હવે ખુશ છું'.


થાય છે એવું કે જ્યારે પેરાશૂટ ઊપર જતું હોય છે ત્યારે તેમાં સમસ્યા આવે છે. પેરાશૂટની મુખ્ય દોરી નથી ખુલતી. જેથી મહિલા અને તેના પાયલટને પોતાનો ઈમરજન્સી પેરાશૂટની મદદથી સમુદ્રમાં લેન્ડિંગ કરવું પડે છે. જુઓ તેનો વીડિયો.

અહેવાલો પ્રમાણે આ ખતરનાક ઘટના બાદ પણ મહિલાને કોઈ ખાસ ફેર નથી પડ્યો. વીડિયોના અંતમાં જણાવવામાં આવ્યું કે તે મહિલા આવતા વર્ષે ફરીથી પેરાગ્લાઈડિંગ માટે જવા માંગે છે.

આ પણ જુઓઃ બિહાર પૂરઃ પાણી તો ઓસર્યા પણ મુશ્કેલીઓ નથી થઈ ઓછી..જુઓ તસવીરો

આ પહેલા વિપિન સાહૂ નામના એક શખ્સનો વીડિયો વાયરલ થયો હતો. તેઓ મિત્રો સાથે પેરાગ્લાઈડિંગ કરવા પહોંચ્યા હતા. શરૂઆતમાં તેઓ ઉત્સાહમાં હતા પરંતુ જેવા હવામાં પહોંચ્યા કે તેમને ડર લાગવા લાગ્યો. તેઓ ટ્રેનરને લેન્ડ કરવાની વિનંતી કરવા લાગ્યા. તેમનો વીડિયો વાયરલ થયો હતો. જેણે લોકોને ખૂબ હસાવ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK