અનીતા અડવાણીને ફટકો : ડોમેસ્ટિક હિંસાના કેસની સુનાવણી પર ૧૭ ડિસેમ્બર સુધી સ્ટે

Published: 4th December, 2012 05:44 IST

દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્નાની લિવ-ઇન પાર્ટનર હોવાનો દાવો કરતી અનીતા અડવાણીએ ખન્નાપરિવાર સામે દાખલ કરેલા ડોમેસ્ટિક વાયલન્સના કેસને રદબાતલ કરવા રાજેશ ખન્નાની પત્ની ડિમ્પલ કાપડિયાએ બૉમ્બે હાઈ ર્કોટમાં કરેલી પિટિશન વિશે સુનાવણી હાથ ધરનારા જસ્ટિસ કે. યુ. ચાંદીવાલે ગઈ કાલે બાંદરાના મેટ્રોપૉલિટન મૅજીસ્ટ્રેટ ર્કોટમાં અડવાણીએ કરેલા કેસની કાર્યવાહી પર ૧૭ ડિસેમ્બર સુધી સ્ટે આપી દીધો હતો.



રાજેશ ખન્નાના મૃત્યુ પછી અનીતા અડવાણીએ તેમના કાર્ટર રોડ પર આવેલા ‘આર્શીવાદ’ બંગલો પર દાવો કર્યો હતો. રાજેશ ખન્નાના મૃત્યુના એક મહિના પહેલાં જ તેને આર્શીવાદ બંગલોમાંથી કાઢી મૂકવામાં આવી હોવાની ફરિયાદ અનીતા અડવાણીએ પોતાની પિટિશનમાં કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK