સ્પિન ટચ ટીમ ઇન્ડિયાનું બ્રહ્માસ્ત્ર છે, પણ એને જાળવી રાખવું પડશે

Published: 30th December, 2014 05:43 IST

એક સમય હતો કે વર્લ્ડ ક્રિકેટમાં જ્યારે પણ સ્પિન બોલરનું નામ લેવામાં આવે ત્યારે ટીમ ઇન્ડિયા બધાને યાદ આવતી. મારી કરીઅર પણ શરૂ નહોતી થઈ એ પહેલાંની આ વાત છે.સ્પેશ્યલ કમેન્ટ - અનિલ કુંબલે, ભૂતપૂર્વ ટેસ્ટ-ક્રિકેટર

એક સમય હતો કે વર્લ્ડ ક્રિકેટમાં જ્યારે પણ સ્પિન બોલરનું નામ લેવામાં આવે ત્યારે ટીમ ઇન્ડિયા બધાને યાદ આવતી. મારી કરીઅર પણ શરૂ નહોતી થઈ એ પહેલાંની આ વાત છે. બિશન સિંહ બેદી, પ્રસન્ના, દિલીપ દોશી જેવા મહાન સ્પિન બોલર પોતાની બોલિંગથી બૅટસમૅનના છક્કા છોડાવી દેતા હતા. ક્લાઇવ લૉઇડ, વિવિયન રિચર્ડ્સ, સ્ટીવ વૉ જેવા ધુરંધર બૅટ્સમેનો લિટરલી વિકેટ પર કથક કરે એવા બૉલ આવતા અને બૅટ્સમૅનનું કૉન્સન્ટ્રેશન તોડવાનું કામ કરતા. સ્પિન ટચ એ ઇન્ડિયન ટીમનું બ્રહ્માસ્ત્ર લેખાતું અને એ બ્રહ્માસ્ત્ર સાથે જ્યારે બોલર ક્રીઝ પર આવે ત્યારે બૅટ્સમૅનને ટેન્શન થઈ જતું.

ગેમ આખી ચેન્જ કરવાનું કામ ઇન્ડિયન સ્પિનરે કર્યું છે અને એવું એક, બે કે પાંચ વાર નહીં, પાંચસો વાર બન્યું છે. આજે મને એ વાત કહેવામાં સહેજ સંકોચ થાય છે કે જે બ્રહ્માસ્ત્ર પર આપણે પ્રાઉડ લઈ શકીએ છીએ એ સ્પિન-અટૅક છેલ્લા થોડા સમયથી નબળો પડ્યો હોય એવું મને અંગતપણે લાગી રહ્યું છે.

આ વાત હું કોઈ પર્ટિક્યુલર પ્લેયરને ધ્યાનમાં રાખીને નથી કહી રહ્યો. દરેક પ્લેયર પોતાની રીતે બેસ્ટ પર્ફોર્મન્સ આપી જ રહ્યો છે, પણ જે કલેવર બંધાવું જોઈએ એ કલેવર છેલ્લા થોડા સમયથી નથી બંધાયેલું એ વાત હકીકત છે.

આગળ કહ્યું એમ સ્પિન બોલર આખી ગેમને ચેન્જ કરવાની ક્ષમતા ધરાવે છે અને અગાઉ એવું બન્યું પણ છે, પરંતુ આજની પરિસ્થિતિ જરા જુદી થઈ છે. વ્૨૦ જેવી ગેમને કારણે ગેમ હવે થોડી ફાસ્ટ થઈ ગઈ છે તો સાથોસાથ ટર્ફ વિકેટમાં પણ ચેન્જ આવ્યો છે, જેને લીધે સ્પિન બોલિંગની દિશામાં નવા પ્લેયર આવતાં કાં તો ખચકાવા લાગ્યા છે અને કાં તો બધાને એક જ પ્રકારના અટૅકિંગ મોડ પર જ આગળ વધવું છે.

બિશન સિંહ બેદી કહેતા કે ક્રિકેટની ગેમમાં ફાસ્ટ બોલર સેનાપતિના પદ પર હોય છે, જ્યારે સ્પિન બોલર ચાણક્યનું કામ કરે એ પ્રકારનો હોય છે. જો બેદીસાહેબના આ શબ્દો સાચા હોય તો ભવિષ્યમાં એવું ન બનવું જોઈએ કે ટીમમાં એક પણ ચાણક્ય ન હોય. ચાણક્ય ક્યારેય યુદ્ધ લડવા નહોતા જતા, પણ યુદ્ધ કેમ લડવું અને કેવી રીતે એ યુદ્ધને જીતવું એની રણનીતિ તો ચાણક્ય દ્વારા જ ઘડવામાં આવતી એ ભૂલવું ન જોઈએ.

સ્પિન બોલર તૈયાર કરવાનું કામ ર્બોડ તો પોતાની રીતે કરી રહ્યું છે, પણ એ કામ સ્ટેટ ક્રિકેટ અસોસિએશને પણ કરવું પડશે. કારણ કે જો સારા બોલર નીચેના લેવલથી જ આગળ નહીં આવે તો ર્બોડ પણ એમાં કશું કરી શકશે નહીં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK