અનિલ અંબાણીનાં દીકરાઓએ કરી પપ્પાની હજામત, ટીના અંબાણીએ શેર કર્યું આ...

Published: May 15, 2020, 15:43 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

'ઈન્ટરનેશનલ ફેમેલી ડે' નિમિત્તે તસવીર શેર કરીને ટીનાએ કહ્યું કે પરિવાર જ તમારો આશ્રય છે

ટીના અંબાણીએ શેર કરેલી તસવીર
ટીના અંબાણીએ શેર કરેલી તસવીર

દર વર્ષે 15 માર્ચનો દિવસ 'ઈન્ટરનેશનલ ફેમેલી ડે' તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષનો 'ઈન્ટરનેશનલ ફેમેલી ડે' એટલા માટે વિશેષ છે કારણકે કોરોના વાયરસ (COVID-19) મહામારીને કારણે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનને લીધે અનેક લોકો પરિવાર સાથે ઘરમાં જ છે તો કેટલાક લોકો પરિવારના લોકોથી દૂર છે. આવા સમયમાં વ્યક્તિના જીવનમાં પરિવાર સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે તેનું ઉદાહરણ આપ્યું છે ટીના અંબાણીએ.

'ઈન્ટરનેશનલ ફેમેલી ડે'ના ઉપલક્ષમાં ટીના અંબાણીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમા દીકરાઓ અનમોલ અને અંશુલ પપ્પા અનિલ અંબાણીની હજામત કરી રહ્યાં છે. તસવીરો શેર કરતા ટીના અંબાણીએ તેના ફોલોઅર્સને પરિવાર સાથે સમય વિતાવવાની વિંનતી કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, વૈશ્વિક મહામારીના આ સમયમાં આપણે કુટુંબ પરિવારનું મહત્વ પહેલા કરતા વધુ સમજાયું છે. તમારા પ્રિયજનોને યાદ કરો, તેમની પાસે અને સાથે રહો, ભલે વર્ચ્યુલી પણ રહો. પરિવાર એ તમારી સૌથી સલામત જગ્યા છે. તેઓ જ તમારો આશ્રય છે. તેમણે કેપ્શનમાં હેશટેગ આપ્યું હતું, #HairraisingTimes #TheNewNormal અને સાથે જ આંતરાષ્ટ્રિય પરિવાર દિવસની શુભેચ્છાઓ પણ આપી હતી.

તસવીરોને હજારો લાઈક્સ અને કમેન્ટ્સ મળી હતી. તેમજ ટીના અંબાણીએ શેર કરેલી તસવીરો પરથી કહી શકાય કે, કોરોનાએ ખરેખરૂ ફરીશઆથિતિ અને સામાન્ય જીવન બધુ જ બદલી નાખ્યું છે. મહાનુભવોને પણ ઘરે જ હજામત કરવાનો વારો આવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK