આંધ્ર પ્રદેશમાં ભીષણ રોડ અકસ્માત, બસ અને ટ્રકની ટક્કરમા 14 લોકોનું મોત

Published: 14th February, 2021 08:55 IST | Gujarati Mid-day Online Correspondent | Andhra Pradesh

આંધ્ર પ્રદેશમાં સવારે-સવારે ભીષણ રોડ અકસ્માત થયો છે. કુરનૂલ જિલ્લાના વલ્દુરતી મંડળના મદારપુર ગામ પાસે બસ અને ટ્રકની ટક્કરમાં 14 લોકોનું મોત થયું છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનનું જણાઈ રહ્યું છે

તસવીર સૌજન્ય - ANI
તસવીર સૌજન્ય - ANI

આંધ્ર પ્રદેશમાં સવારે-સવારે ભીષણ રોડ અકસ્માત થયો છે. કુરનૂલ જિલ્લાના વલ્દુરતી મંડળના મદારપુર ગામ પાસે બસ અને ટ્રકની ટક્કરમાં 14 લોકોનું મોત થયું છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનનું જણાઈ રહ્યું છે. જાણકારી મુજબ આ અકસ્માત સવારે 3.30 વાગ્યે થયો હતો. ઘાયલોને સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માત અંગેની માહિતી આપતાં વલ્દુરતીના સબ-ઈન્સ્પેક્ટર પેડ્ડૈયા નાયડુ અને કૃષ્ણગિરિના સબ-ઈન્સ્પેક્ટર રામજાનનેય રેડ્ડીએ એએનઆઈને જણાવ્યું કે, બસ ચિત્તૂર જિલ્લાના મદનપલ્લે ગામથી રાજસ્થાનના અજમેર જઈ રહી હતી. બસ લગભદ 3.30 વાગ્યે મદારપુર ગામ પહોંચી. ખોટી દિશામાં જઈ રહેલી બસે બીજી તરફથી આવી રહેલા ટ્રકને ટક્કર મારી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર બસમાં 17 લોકો પ્રવાસ કરી રહ્યા હતા. ડ્રાઈવર સહિત 13 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 4 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને કુરનૂલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમ જ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગનમોહન રેડ્ડીએ કુરનૂલમાં થયેલા રોડ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને રાહત કાર્યા અને તબીબી સહાયવને ઝડપથી કરવા નિર્દેશ આપ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK