Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > એક મિનિટમાં માથાથી 68 બોટલના ઢાંકણ ખોલવાનો રેકોર્ડ બનાવ્યો આ ભાઈએ

એક મિનિટમાં માથાથી 68 બોટલના ઢાંકણ ખોલવાનો રેકોર્ડ બનાવ્યો આ ભાઈએ

23 November, 2020 08:12 PM IST | Andhra Pradesh
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એક મિનિટમાં માથાથી 68 બોટલના ઢાંકણ ખોલવાનો રેકોર્ડ બનાવ્યો આ ભાઈએ

વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશૉટ

વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશૉટ


બોટલ ખોલવા માટે ઓપનર ન મળે તો લોકો દાંતથી કે પછી અન્ય કોઈ વસ્તુથી ખોલે તે બહુ સામાન્ય બાબત છે. પણ તમે ક્યારે એવું વિચાર્યું છે કે, કોઈ વ્યક્તિ માથાથી બોટલના ઢાંકણ ખોલી શકે! તમે ક્યારે કોઈ વ્યક્તિને માથુ મારીને બોટલનું ઢાંકણ ખોલતા જોયો છે ખરો? તો આંધ્રપ્રદેશના આ વ્યક્તિને મળો જેમણે આ પરાક્રમ કર્યું છે. એક મિનિટમાં માથાથી 68 બોટલના ઢાંકણ ખોલવાનો રેકોર્ડ બનાવીને તેણે 'ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'માં પોતાનું નામ નોંધાવ્યું છે. વીડિયો જોઈને તમે ચોક્કસ દંગ રહી જશો.

'ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ'ના ઓફિશ્યલ પેજ પરથી એક વીડિયો શૅર કરવામાં આવ્યો છે. સાથે જ કૅપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘તમે ઘરે આ પ્રયત્ન નહીં કરતા. આંધ્રપ્રદેશના નેલ્લૌરના રહેવાસી પ્રભાકર રેડ્ડીએ એક મિનિટમાં 68 બોટેલોના ઢાંકણ માથાથી ખોલીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે’.




વીડિયોમાં જોઈ શકાય છે કે, પ્રભાકર બહુ ઝડપથી તેના માથાથી એક પછી એક કોલ્ડ ડ્રિન્કની બોટલના ઢાંકણ ખોલે છે. આજુબાજુમાં બેઠેલા લોકો વારાફરતી એક પછી એક બોટલ આપે છે અને તે માથું મારીને તેનું ઢાંકણ ખોલે છે.


જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યાર સુધીમાં આ વીડિયોને 60 લાઈક્સ અને 1.8K વ્યૂઝ મળ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

23 November, 2020 08:12 PM IST | Andhra Pradesh | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK