અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની આ તસવીરો તમે ક્યારે જોઈ નહીં હોય

Published: Sep 13, 2019, 14:54 IST | મુંબઈ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈના સમાચાર તે સમયે ઘણા ચર્ચિત રહ્યાં હતા જ્યારે ગયા વર્ષે સોશિયલ મીડિયા પર આ બન્નેની એક રોમાન્ટિક તસવીર વાયરલ થઈ ગઈ હતી.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈના સમાચાર તે સમયે ઘણા ચર્ચિત રહ્યાં હતા જ્યારે ગયા વર્ષે સોશિયલ મીડિયા પર આ બન્નેની એક રોમાન્ટિક તસવીર વાયરલ થઈ ગઈ હતી. આ તસવીરના વાયરલ થયા બાદ રાધિકા અનંત અને અંબાણી પરિવારના કેટલાક ઈવેન્ટ્સમાં નજર આવી હતી.

radhika-ambani

બાદ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં પણ રાધિકા મર્ચન્ટ એક મહત્વ પાત્રમાં દેખાઈ હતી. બાદ બન્ને આ વર્ષે રિલાયન્સની વાર્ષિક જનરલ મીટિંગમાં પણ જોવા મળ્યા હતા.

wedding

હાલમાં જ અનંત અને રાધિકાની હજી એક તસવીર સોશિયલ મીડિયા પર જોવા મળી હતી. આ તસવીરમાં બન્ને કોઈના લગ્નમાં હાજર રહ્યા હતા અને સાથે જ ઘણા સુંદર પણ લાગી રહ્યા છે. આ તસવીરમાં રાધિકા અને અનંતને મહેમાનો સાથે પોઝ આપતા જોઈ શકો છો. રાધિકા પીળા બ્રોકેડના લહેંગામાં બહુ જ સુંદર લાગી રહી છે.

આ બન્નેના અફેરની વાત કરીએ તો તે સમયે આ વાત એટલે ફેલાઈ ગઈ હતી જ્યારે શાહરૂખ ખાને મુકેશ અને નીતા અંબાણીમા મોટા દીકરા આકાશ-શ્લોકાની સગાઈ પાર્ટીમાં અનંતને રાધિકાના નામથી ચિડાવી હતી.

merchant

શાહરૂખ ખાને અનંતને પૂછ્યું હતું કે તેઓ રાધિકાની ડાન્સ પર્ફોમન્સને 1થી 10માંથી કેટલા નંબર આપશો. જેના જવાબમાં અનંતે કહ્યું હતું, 'એક મિલિયનથી પણ વધારે'

આ પણ જુઓ : આયુષ્માન નહીં, પરંતુ આ હીરો પણ બની ચૂક્યા છે સ્ક્રિન પર હિરોઈન

તમને જણાવી દઈએ કે રાધિકા વીરેન મર્ચન્ટની દીકરી છે, જે એન્કોર હેલ્થકેરના વાઈસ ચેરમેન અને સીઈઓ છે. રાધિકા અને અનંત બાળપણના મિત્ર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK