મહારાષ્ટ્રમાં આખરે કેમ આવ્યું આવું પરિણામ, જાણો વિશેષજ્ઞ પાસેથી

Published: Oct 26, 2019, 12:26 IST | અવધેશ કુમાર | નવી દિલ્હી

મહારાષ્ટ્ર અને હરિયાણાના ચૂંટણી પરિણામો ધાર્યા કરતા અલગ આવ્યા છે. જાણો આખરે આવું કેમ થયું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાછલી વિધાનસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્ર અને હરિયાણામાં ક્રમશઃ દેવેન્દ્ર ફડણવીસ અને મનોહર લાલને મુખ્યમંત્રી બનાવીને આખા દેશને ચોંકાવી દીધો હતો. બંનેએ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી લીધો છે. બંને મુખ્યમંત્રીપર ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી લાગ્યો, સરકાર પણ ભ્રષ્ટાચારના મોટા આરોપોથી મુક્ત રહી. બંને પ્રદેશની આર્થિક વ્યવસ્થા પણ રાષ્ટ્રીય સરેરાશ કરતા સારી છે. આર્ટિકલ 370 અને જમ્મૂ કશ્મીરને સંભાળવાનો મુદ્દો દેશવ્યાપી છે, પરંતુ હરિયાણામાં તેનું ખાસ મહત્વ છેકારણ કે ત્યાં શહીદ થનારાઓમાં હરિયાણાના જવાનો બીજા નંબર પર હતા. આ બંને પ્રદેશમાં વર્ચસ્વ રાખનારી જાતિમાંથી નહોતા. ન તો ફડણવીસ મરાઠી હતા ન તો મનોહરલાલ જાટ.

મરાઠા અનામત આંદોલન
ભાજપનો વિચાર એવો હતો કે આ પ્રદેશની રાજનીતિને પણ જાતીય સમીકરણોથી મુક્ત કરીના રાષ્ટ્રીયત્વ, વિકાસ તથા તેની સાથે જોડાયેલા સ્વાભાવિક મુદ્દાઓ પર લાવવામાં આવે. બંને રાજ્યોમાં આ પ્રયાસ સફળ થતો દેખાઈ રહ્યો હતો. મરાઠા અનામત આંદોલન સમયે એવું લાગ્યું કે કદાચ ફડણવીસ સરકાર તેને સારી રીતે નહીં હેન્ડર કરી શકે પરંતુ તે ખતમ થયું. જાટ અનામત આંદોલન હરિયાણામાં શરૂ થયું અને હિંસક થઈ ગયું. દેશભરમાં તેની આલોચના થઈ, પ્રદેશ સરકારે પોલીસની હિંસા સામે કાયદાકીય કાર્રવાઈની જવાબદારી દેતા એ પણ કહ્યું કે તેમના જાટની માંગણી પ્રત્યે સહાનુભૂતિ છે. જો કે તો પણ કેટલાક વર્ગમાં ગુસ્સો હતો જ.

જાટ સમુદાયનો એક વર્ગ સરકારની વિરુદ્ધમાં હતો
આ સંકેત હતો કે જાટ સમુદાયનો એક વર્ગ સરકારની સામે હતો. વડાપ્રધાન મોદીએ ખુદ જાટ નેતાઓ સાથે મુલાકાત કરી, તેમને મનાવ્યા. જો કે તો પણ જાટનો એક મોટો વર્ગ ભાજપ સાથે આવવા તૈયાર ન થયો. જો કે મનોહરલાલ સરકારે ચોથી શ્રેણીના કર્મચારીઓની ભરતી અને બદલીનું ડિજિટાઈઝેશન કરી તેમાંથી ભ્રષ્ટાચાર ખતમ કર્યો. જો કે કેટલાક જાટ નેતાઓએ એવો ભ્રમ ફેલાવ્યો કે તેમનો હક છિનવી લેવામાં આવ્યો છે. કેટલોક વર્ગ એવું પણ કહેતો હતો કે આ સરકાર વિરોધી નથી. એમાં પણ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ પોતાની ચૂંટણી છે એમ કહીને કાર્ડ ખોલ્યું અને પરિણામો સામે છે.

શનિ સિંગણાપુર આંદોલન
જો કે એ માની લેવું ખોટું હશે કે જાટના એક સમુદાયના સામે જવાના કારણે જ ભાજપને નુકસાન થયું. આ સાથે અનેક પરિબળોએ ભૂમિકા નિભાવી. ફડણવીસ સરકારે ભીમા કોરેગાંવની ઘટનાને જે રીતે નિયંત્રિત કર્યું અને માઓવાદિઓના ચહેરાઓ સામે લાવ્યા તેનાથી તેમને પરંપરાગત મતદાતાઓનું સમર્થન મળી રહ્યું. ભ્રષ્ટાચારના મામલામાં પણ તેમણે ઝડપથી કામ કર્યું.

વાડ્રા અને હુડ્ડા સામે પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. ઈડીએ કાર્રવાઈ કરી, પરંતુ પ્રદેશમાં એ સંદેશ ગયો કે મનોહરલાલા સરકારે જે રીતે કાર્રવાઈ કરવી જોઈએ એ રીતે નથી કી. 2014માં વાડ્રાનો ભ્રષ્ટાચાર મોટો મુદ્દો હતો. એ સમયે મનોહરલાલે ભ્રષ્ટાચારની સંભાવનાઓને ખતમ કરવા માટે કાયદો બનાવવાની વાત કરી કરી હતી. જો તેને લઈને સહમતિ નહોતી બની.

જો કે તો પણ ભાજપનું પ્રદર્શન સારું હોય શકતું હતું જો તેમણે ઉમેદવારોને પસંદ કરવામાં સાવધાની રાખી હોત તથા પાર્ટીની અંદરના અસંતોષને ખતમ કરવા માટે પગલાં લીધા હોત. વિધાનસભા ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા અને ઉમેદવારોની ભૂમિકા હોય છે. અનેક ક્ષેત્રોમાં લોકો સ્થાનિક ધારાસભ્ય અને ઉમેદવારો પ્રત્યે અસંતોષ વ્યક્ત કરતા હતા. બંને રાજ્યોમાં ભાજપના કાર્યકર્તા-નેતાઓમાં અંદરોઅંદર નારાજગી અને અસંતોષ હતા.

આ પણ જુઓઃ આ દિવાળીએ ગુજરાતી સેલેબ્સની જેમ તમે થાઓ તૈયાર, લાગશો એકદમ હેન્ડસમ...

મહારાષ્ટ્રમાં શિવસેનાની સાથે ગઠબંધનના કારણે કેટલીક વિધાનસભા બેઠકો પર વિદ્રોહ થયો. ભાજપનો એક વર્ગ વિધાનસભા ચૂંટણીમાં શિવસેના સાથે ગઠબંધન નહોતું ઈચ્છતું. બાદમાં કોંકણ ક્ષેત્રમાં નારાયણ રાણેને ખુલી સ્વતંતત્રતા આપવાની સામે શિવસેનાએ મોરચો ખોલ્યો. તો કેટલીક જગ્યાએ અપક્ષ ઉમેદવારોએ પણ નુકસાન કર્યું. કાર્યકર્તાઓ ઉદાસીન હોવાના કારણે હરિયાણામાં 8 ટકા ઓછું મતદાન થયું હોવાનું સામે આવ્યું. જે પણ એક મોટું કારણ રહ્યું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK