ઇંગ્લૅન્ડના એક ગામમાં કોઈ અજાણી વ્યક્તિ અવારનવાર હજારો પાઉન્ડ એમ જ મૂકી જાય છે

Published: Dec 04, 2019, 09:56 IST | England

દરેક વખતે ૨૦,૦૦૦ પાઉન્ડ્સની આસપાસની રકમ હોય છે. આ વર્ષે ચાર વખત આવી થોકડી મળી છે. ગામના જુદા-જુદા વિસ્તારોમાં લોકોની નજર પડે એ રીતે ફુટપાથ જેવા ઠેકાણે નોટોની થોકડી મૂકવામાં આવે છે.

આ ગામમાં અજાણ્યા વ્યક્તિ મુકી જાય છે પૈસા
આ ગામમાં અજાણ્યા વ્યક્તિ મુકી જાય છે પૈસા

ઇંગ્લૅન્ડના ડરહામ શહેરની પાસેના ગામની શેરીઓમાં કોઈક અજાણ્યો માણસ અવારનવાર હજારો પાઉન્ડ્સની થોકડીઓ મૂકી જાય છે. છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ ૧૨ વખત આવું બન્યું છે. દરેક વખતે ૨૦,૦૦૦ પાઉન્ડ્સની આસપાસની રકમ હોય છે. આ વર્ષે ચાર વખત આવી થોકડી મળી છે. ગયા અઠવાડિયે ચલણી નોટોનું બંડલ મળી આવ્યું હતું. ગામના જુદા-જુદા વિસ્તારોમાં લોકોની નજર પડે એ રીતે ફુટપાથ જેવા ઠેકાણે નોટોની થોકડી મૂકવામાં આવે છે.
પોલીસ ડિટેક્ટિવે આવું શા માટે બને છે એ જાણવાનો પ્રયાસ કર્યો. ફિન્ગરપ્રિન્ટ ચેક કરાવ્યા છતાં કોઈ પગેરું મળ્યું નથી. કોઈ ખૂબ પૈસાદાર અને ભૂલકણા માણસનું એ કામ છે કે પછી ઇરાદાપૂર્વક એવું બને છે એ સ્પષ્ટ થતું નથી. પોલીસે જાહેર સ્થળેથી મળતી ચલણી નોટોની થપ્પી સોંપી દેવા બદલ સંબંધિત બ્લૅકહૉલ કોલિયરી (કોલસાની ખાણ)ના વિસ્તારના પ્રામાણિક રહેવાસીઓનો આભાર માન્યો હતો. જોકે રોકડ રકમનો માલિક આવીને દાવો કરે એ માટે એ થપ્પી બે અઠવાડિયાં પોલીસ પાસે રાખવાનો ઇંગ્લૅન્ડનો નિયમ છે. એ નિયમ પ્રમાણે છેવટે એ રકમ જે લોકોએ આપી હોય તેમને પાછી આપી દેવાનો વારો આવે છે. કોઈ કોલસાની ખાણના કર્મચારીઓની વસાહતના રહેવાસીઓને મદદ કરતો હોય એવી શક્યતા ચર્ચાય છે. કોઈ કહે છે કે ભૂતકાળમાં એ વસાહતના રહેવાસીઓ સાથે અયોગ્ય વર્તન
કરનાર માફી માગવાના ઇરાદાથી આવું કરતો હશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK