Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બંધારણમાં સુધારા અને વધારા કરવાનો સમય આવી ગયો છે

બંધારણમાં સુધારા અને વધારા કરવાનો સમય આવી ગયો છે

26 January, 2020 11:15 AM IST | Mumbai Desk
manoj joshi | manoj.joshi@mid-day.com

બંધારણમાં સુધારા અને વધારા કરવાનો સમય આવી ગયો છે

બંધારણમાં સુધારા અને વધારા કરવાનો સમય આવી ગયો છે


દેશનું બંધારણ આજના દિવસે અમલી બન્યું હતું અને અમલમાં લેવાયેલું એ બંધારણ આજ સુધી અકબંધ રહ્યું છે. ૭ દાયકા પછી પણ એ બંધારણનું અસ્તિત્વ છે એ જ દર્શાવે છે કે હવે સમય આવી ગયો છે આ બંધારણમાં સુધારા અને વધારા કરવાનો. કાયદાઓ બદલવાનો અને કાયદાઓને બધે કડક કરવાનો. એ સમયે બ્રિટિશરોની ક્યાંક ને ક્યાંક છાંટ તમારા પર હતી અને એ કબૂલ કરવા સિવાય છૂટકો નથી, પણ આજે, આજે તમે એ ગોરી ચામડીથી દૂર થઈ ચૂક્યા છો ત્યારે તમારે એટલું તો કબૂલવું જ રહ્યું કે હવે ભારતને કોઈની આભા સાથેનું નહીં, પણ આભારરહિત અને બિલકુલ ભારતીય કહેવાય એવા બંધારણની આવશ્યકતા છે.

ચાણક્યનું એક વિધાન મને અત્યારે યાદ આવે છે. ચાણક્ય કહેતા કે સમયાનુસાર જે ફરક નથી લઈ આવતા તેઓ પાછળ રહી જાય છે.
સમય એ જ ચાલી રહ્યો છે અત્યારે. આપણે સમય અનુસાર વર્તી નથી શક્યા અને એટલે જ આપણો વિકાસ પાછળ રહી ગયો. આજની તારીખે તમારા દેશમાં સાઇબર કાનૂનને વધારે કડક બનાવવાની પ્રવૃત્તિ થઈ રહી છે, પણ એમાં હજી એટલી સફળતા નથી મળી. જો સાઇબર લૉને ૯૦ના દસકામાં જ કડક કરી દેવામાં આવ્યો હોત તો આજે જેટલાં સાઇબર ક્રાઇમ થાય છે એ થયાં ન હોત. સાઇબર ક્રાઇમને કારણે હજારો કરોડ રૂપિયા ધૂળધાણી થઈ ગયા. સાઇબર ક્રાઇમને કારણે સેંકડો યુવતીઓનાં જીવન બરબાદ થયાં. સાઇબર ક્રાઇમને કારણે અનેક પરિવાર બરબાદ થયા. આ બધું પહેલાં જ જો બંધારણમાં સમાવી લેવામાં આવ્યું હોત તો આજનો આ દિવસ જોવો ન પડ્યો હોત. હું તો કહીશ કે બ્લૅકનું જે ચલણ દેશમાં વધ્યું એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક જૂનું બંધારણ કારણભૂત છે.
કોઈના બૅન્ક-અકાઉન્ટમાંથી લાખો રૂપિયા પોતાના ખાતામાં સેરવી લેનારાઓ સામે આજે પણ કલમ ૪૨૦ જ લાગે છે, ચાર કે છ મહિનામાં તે છૂટી જાય છે અને વાત પૂરી થઈ જાય છે. પૈસો ખર્ચાઈ ગયો હોય છે એટલે જે લૂંટાયો છે તેને કશું પાછું મળતું નથી. દેશમાં આ પ્રકારના ગુના ચાલુ જ રહ્યા અને લોકોની પરસેવાની કમાણી લૂંટાતી રહી. જો આની પાછળ કોઈનો પણ વાંક હોય તો એ કલમ ૪૨૦નો વાંક છે. એક તબક્કે જેલમાં જવું એ જમીનમાં સમાઈ જવા જેવી મોટી બદનામી ગણાતી હતી, પણ બેશરમી વધતી ગઈ અને દેશનો કાયદો ત્યાં જ અટકેલો રહ્યો. આજે નફ્ફટોનો જમાનો છે. નેતા અને પ્રધાનો પણ જેલમાં જઈને પોતાની શાખને અકબંધ રાખી શકે છે.



આજના આ પ્રજાસત્તાક દિને એટલી જ આશા રાખીએ કે ઈશ્વર સમયને જોઈને, માણસની લાયકાત અને તેના હરામખોરપણાને જોઈને નવા બંધારણની, નવા કાયદાની રચના કરવાની સદ્બુદ્ધિ આપે અને દેશ એક તંદુરસ્ત નવા કાયદા સાથે ૨૦૨૦માં આગળ વધે.


Whatsapp-channel Whatsapp-channel

26 January, 2020 11:15 AM IST | Mumbai Desk | manoj joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK