Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઇઝરાયલની આઠ વર્ષની બાળકીએ પાળ્યો છે ૧૧ ફુટ લાંબો અજગર

ઇઝરાયલની આઠ વર્ષની બાળકીએ પાળ્યો છે ૧૧ ફુટ લાંબો અજગર

10 October, 2020 08:16 AM IST | Mumbai
Mumbai correspondent

ઇઝરાયલની આઠ વર્ષની બાળકીએ પાળ્યો છે ૧૧ ફુટ લાંબો અજગર

ઇઝરાયલની આઠ વર્ષની બાળકીએ પાળ્યો છે ૧૧ ફુટ લાંબો અજગર

ઇઝરાયલની આઠ વર્ષની બાળકીએ પાળ્યો છે ૧૧ ફુટ લાંબો અજગર


ઇઝરાયલના દક્ષિણ ભાગના ખેડૂત પરિવારની આઠ વર્ષની બાળકી ઇનબારે ૧૧ ફુટ લાંબો અજગર પાળ્યો છે. એ અજગર સાથે તેને એવી દોસ્તી બંધાઈ છે કે ઇનબાર રોજ સ્વિમિંગ-પૂલમાં જાય ત્યારે બેલે નામનો એ અજગર પણ તેની સાથે જ હોય. ઇનબારનો પરિવાર દક્ષિણ ઇઝરાયલના પશુ અભયારણ્યના ક્ષેત્રમાં રહે છે. વૉલ્ટ ડિઝનીની ઍનિમેટેડ ફિલ્મ ‘બ્યુટી ઍન્ડ ધ બીસ્ટ’માં પીળા રંગનો ગાઉન પહેરેલી બેલે નામની કન્યાના પાત્રને ધ્યાનમાં રાખીને અજગરનું નામ બેલે પાડવામાં આવ્યું છે. કોરોના-વેકેશનમાં અજગર બેલે ઇનબારનો ગાઢ મિત્ર બની ગયો છે. તે સાવ ટબૂકડી હતી ત્યારથી જ તેના પરિવારમાં નાના સાપ અને અજગર પાળવામાં આવ્યા હતા. ઇનબારની સાથે-સાથે આ અજગર પણ લાંબો અને મોટો થઈ ગયો છે. જોકે બાળપણથી બન્ને સાથે રમતાં-નાહતાં અને સૂતાં હોવાથી ઇનબારને અજગરનો ડર નથી રહ્યો, ઊલટાનું બન્ને વચ્ચે ખૂબ ગહેરી દોસ્તી જામી છે. ઇનબારના અજગર સાથેના વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે અને કેટલાક લોકો આટલી નાની બાળકીને અજગર જેવા હિંસક પ્રાણી સાથે આમ જ રમવા દેવા બદલ પેરન્ટ્સને બેજવાબદાર ગણાવી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2020 08:16 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK