વિશ્વની પ્રથમ કૃત્રિમ આંખને મળી સફળતા

Published: 31st August, 2012 05:47 IST

પ્રત્યાર્પણ બાદ ઑસ્ટ્રેલિયન મહિલા પહેલી વાર અંશત: દેખતી થઈ : જોઈ ન શકતા કરોડો લોકો માટે જાગ્યું આશાનું કિરણ

જોઈ ન શકતા વિશ્વના કરોડો લોકો માટે ઑસ્ટ્રેલિયામાં થયેલું વૈજ્ઞાનિક પરીક્ષણ ઐતિહાસિક ઘટના છે. વિજ્ઞાનીઓએ બનાવેલી વિશ્વની પ્રથમ બાયોનિક આંખના પરીક્ષણને સફળતા મળી છે. વિજ્ઞાનીઓએ વારસાગત બીમારીને કારણે દૃષ્ટિ ગુમાવનાર ઑસ્ટ્રેલિયન મહિલામાં આ આંખનું પ્રત્યાર્પણ કર્યું એ પછી આ મહિલા અંશત: દેખતી થઈ છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે જોઈ ન શકતા વિશ્વના કરોડો લોકોની દૃષ્ટિ પાછી લાવવાના પ્રયાસોમાં આ એક મોટી સફળતા છે. મે મહિનામાં મેલબૉર્ન શહેરમાં આવેલી રૉયલ વિક્ટોરિયન આઇ ઍન્ડ ઈયર હૉસ્પિટલમાં ડાયના ઍશવર્થ નામની મહિલામાં ટચૂકડી બાયોનિક આઇનું પ્રત્યાર્પણ કરવમાં આવ્યું હતું. એક મહિના પછી એને ઑન કરવામાં આવી હતી. એ પછી ગઈ કાલે વિજ્ઞાનીઓએ એનું રિઝલ્ટ જાહેર કર્યું હતું.

વર્ષો બાદ દૃષ્ટિ પાછી મેળવવા બદલ ઑસ્ટ્રેલિયન મહિલાનો હરખ માતો નહોતો. તેને ક્યારેય આશા નહોતી કે તે ફરી જોઈ શકશે. જોકે તેણે હજી સંપૂર્ણ દૃષ્ટિ મેળવી નથી. અત્યારે તે અંશત: જોઈ શકે છે. જોકે વિજ્ઞાનીઓને ખાતરી છે કે તેઓ ટૂંક સમયમાં એવું ડિવાઇસ ડેવલપ કરી શકશે જેના દ્વારા નૉર્મલ આંખની જેમ જ જોઈ શકાશે. બાયોનિક આઇ ડેવલપ કરવામાં મહkવની ભૂમિકા ભજવનાર ડૉ. પેની ઍલને કહ્યું હતું કે આંખના પ્રત્યાર્પણનું ઑપરેશન અત્યંત સરળ છે એટલે દુનિયાભરમાં આંખના કોઈ પણ સજ્ર્યન આસાનીથી એ કરી શકશે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા પ્રમાણે વિશ્વમાં જોઈ ન શકતા લોકોની સંખ્યા ૩.૯ કરોડ જેટલી છે, જ્યારે અંશત: દૃષ્ટિ ધરાવતા લોકોની સંખ્યા ૨૪ કરોડથી વધુ છે.

બાયોનિક આંખ ૨૪ ઇલેક્ટ્રૉડ્સ ધરાવે છે જેમાંનો એક વાયર કાનની પાછળના મગજના ભાગ સાથે જોડાયેલો રહે છે. આ આંખને રેટિના (નેત્રપટલ)ની બરાબર બાજુમાં ફિટ કરવામાં આવે છે. આ આંખ એની સામેનું દૃશ્ય ઝડપીને ઇલેક્ટિÿકલી રેટિનાને સક્રિય કરે છે. બાદમાં રેટિનાની મદદથી આ દૃશ્યો મગજને પહોંચતાં કરવામાં આવે છે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK