સુરત પોલીસની સરાહનીય પહેલ મકાનમાલિક ભાડું માગે તો પોલીસ મધ્યસ્થી કરશે

Published: Mar 29, 2020, 18:39 IST | GNS | Mumbai Desk

સુરત પોલીસની સરાહનીય પહેલ મકાનમાલિક ભાડું માગે તો પોલીસ મધ્યસ્થી કરશે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સુરતમાં કોરોના વાઇરસને લઈને સુરત રોજગાર બંધ રહેતા લોકોએ વતન તરફ હિજરત શરૂ કરી છે ત્યારે સુરતમાંથી દરરોજ મોટી સંખ્યામાં લોકો શહેર છોડીને જવા લાગ્યા છે ત્યારે લોકો આવક ન હોવાને લઈને ભાડાના મકાનમાં ભાડું ભરવું પડે તે માટે વતન તરફ નીકળી પડ્યા છે ત્યારે લોકોને અટકાવવા માટે સુરત પોલીસ આગળ આવી છે અને મકાનમાલિક ભાડું માગે તો પોલીસ મધ્યસ્થી કરશે.

કોરોના વાઇરસને લઈને ૨૧ દિવસનું લૉકડાઉન આપવામાં આવ્યુ છે ત્યારે શ્રમજીવી પરિવારોની આવક બંધ થઈ જતાં તેઓ જે મકાનમાં રહેતા હતા તેનું ભાડું આપવાની સાથે ખાવા-પીવાની તકલીફ પડતાં આ તમામ લોકો મોટી સંખ્યામાં પોતાના વતન તરફ હિજરત કરવા લાગ્યા છે.સુરત પોલીસ કમિશનરે જાહેરાત કરી છે કે મકાન કે કોઈ પણ વ્યક્તિને ભાડાં માટે તકલીફ હોય તો પોલીસ કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવો જેને લઈને પોલીસ મકાનમાલિકને મળી ભાડૂઆત અને મકાનમાલિક વચ્ચે મધ્યસ્થી કરીને મકાનમાલિક ભાડું ન માગે તેવી મદદ કરાવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK