સુપ્રીમના જજ અને ચંદ્રાબાબુએ મારી સરકાર પાડવાનું કાવતરું રચ્યું

Published: 12th October, 2020 20:03 IST | Agency | Amravati

આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી કહ્યું, ઇતિહાસમાં પહેલી વખત સુપ્રીમ કોર્ટના જજ પર રાજ્ય સરકાર ઉથલાવવાના ષડ્યંત્રનો ગંભીર આરોપ, જગન મોહન રેડ્ડીએ ૮ પાનાંનો પત્ર લખ્યો

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રમન્ના, ચંદ્રબાબુ નાયડુ અને જગન મોહન રેડ્ડી
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રમન્ના, ચંદ્રબાબુ નાયડુ અને જગન મોહન રેડ્ડી

આંધ્રપ્રદેશના સીએમએ સુપ્રીમ કોર્ટના જજ પર સરકાર પાડવાના પ્રયાસનો આરોપ લગાવ્યો છે.સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રમન્ના પર ગંભીર આરોપ લગાવ્યા બાદ સીએમ જગનમોહન રેડ્ડીએ ચીફ જસ્ટીશ બોબડેને પત્ર પણ લખ્યો છે. જેમાં સીએમ જગનમોહન રેડ્ડીએ લખ્યું છે કે ચંદ્રબાબૂ સાથે મળી સુપ્રીમ કોર્ટના જજ સરકાર પાડવામાં લાગ્યા છે. જસ્ટિસ રમન્નાની દીકરીઓ જમીનની લે-વેચમાં સામેલ હોવાનો આક્ષેપ પણ કર્યો છે. આ સાથે ચંદ્રબાબુ સાથે સંકળાયેલા કેસમાં મદદ કરવાનો આરોપ મૂક્યો છે.

આંધ્રપ્રદેશના સીએમ જગનમોહન રેડ્ડીએ સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એનવી રમન્ના પર ગંભીર આરોપ લગાવતાં ચીફ જસ્ટિસ બોર્ડને ૬ ઓક્ટોબરે પત્ર લખ્યો છે. જેમાં તેઓએ આરોપ લગાવ્યો છે કે જસ્ટિસ રમન્નાની દીકરીઓ જમીનની લે-વેચમાં સામેલ રહી અને તેઓએ પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુની સાથે મળીને સરકાર પાડવાનો પ્રયાસ કર્યો છે.

મુખ્ય પ્રધાને આ પત્ર ૬ તારીખે લખાયો હતો. તેને હૈદરાબાદમાં મીડિયાની સામે શનિવારે જગનમોહનના પ્રમુખ સલાહકાર અજેય કલ્લમની તરફથી જાહેર કરાયો હતો. પત્રમાં તે પ્રસંગોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે તેલુગુદેશમ પાર્ટીની સાથે જોડાયેલા કેટલાક કેસ સન્માનીય ન્યાયાધીશોને સોંપવામાં આવ્યા હતા. આ સિવાય એમ પણ કહેવામાં આવ્યું છે કે ’વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ મે ૨૦૧૯માં સત્તા સંભાળી ત્યારથી ચંદ્રબાબુ નાયડુની સરકારના જૂન ૨૦૧૪ થી મે ૨૦૧૯ દરમિયાન થયેલા તમામ સોદાઓની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારથી જસ્ટિસ એન.વી. રમન્ના રાજ્યમાં ન્યાયના વહીવટને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો છે કે હાઈકોર્ટે ભૂતપૂર્વ રાજ્યના એડવોકેટ જનરલ દમ્મલપતિ શ્રીનિવાસને જમીન વ્યવહાર અંગેની તપાસ પર સ્ટે આપ્યો હતો, જ્યારે એન્ટી કરપ્શન બ્યુરોએ તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. ૧૫ સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટે મીડિયાને એસીબી દ્વારા ભૂતપૂર્વ એડવોકેટ જનરલ પર નોંધાવેલ એફઆઈઆરની વિગતો જણાવતા અટકાવ્યો હતો. આ એફઆઇઆર શ્રીનિવાસ સામે અમરાવતીમાં જમીન ખરીદવા બદલ દાખલ કરવામાં આવી હતી.

દેશમાં એેવું પહેલીવાર બન્યું છે કે કોઈ મુખ્યમંત્રીએ જજની વિરુદ્ધમાં ચીફ જસ્ટિસને ફરિયાદ કરી હોય. તેમાં ન્યાય સિસ્ટમને પ્રભાવિત કરવાની વાત કરાઈ છે.જગને ઝ્રત્નૈંને આંધ્રપ્રદેશમાં ન્યાયની તટસ્થતાને જાળવી રાખવાનો અનુરોધ કર્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK