અમદાવાદીઓ અમિતાભ બચ્ચન પાછળ ઘેલા બન્યા, જુઓ તસવીરો

Published: 17th September, 2012 08:16 IST

બે મિનિટની ઝલક પામવા બે કલાક ભરતડકે વેઇટ, એટલીબધી ભીડ એકઠી થઈ કે આખો રસ્તો બંધ કરવો પડ્યો
અમદાવાદ: અમદાવાદના મહેમાન બનેલા અમિતાભ બચ્ચન પાછળ ગઈ કાલે અમદાવાદીઓ એવા ઘેલા બની ગયા હતા કે અમિતાભ બચ્ચનની બે-પાંચ મિનિટની ઝલક પામવા તેમના ચાહકોએ ભરતડકે બે કલાક સુધી રાહ જોઈ હતી.

 અમદાવાદના પરિમલ ગાર્ડન પાછળની છડાવાડ પોલીસ-ચોકી સામે આવેલા કલ્યાણ જ્વેલર્સના એક શો-રૂમના ઉદ્ઘાટન માટે ગઈ કાલે બપોરે અમદાવાદ આવેલા અમિતાભ બચ્ચનને જોવા મોટી સંખ્યામાં યંગસ્ટર્સ બપોરે ૧૨ વાગ્યાથી ઊમટી પડ્યા હતા. નાનાં બાળકો અને સિનિયર સિટિઝન્સે પણ બિગ-બીની ઝલક મેળવવા શો-રૂમ પર ભારે ભીડ કરી હતી. હજારોની સંખ્યામાં બિગ-બીના ચાહકો ઊમટી પડતાં વાહનચાલકો માટે આખો માર્ગ બંધ કરી દેવો પડ્યો હતો. કોઈ હીરોને જોવા આવેલી ભીડને કારણે રસ્તો બંધ કરવો પડ્યો હોય એવો કદાચ આ પ્રથમ બનાવ હશે. ચાહકોની ભારે ભીડને જોઈને દંગ રહી ગયેલા અમિતાભ બચ્ચને બપોરે અઢી વાગ્યે જ્વેલર્સના શો-રૂમમાંથી બહાર આવીને તેમના પ્રશંસકોનું હાથ જોડીને તેમ જ હાથ હલાવીને અભિવાદન કરતાં ચાહકો ખુશ થઈ ગયા હતા અને ચિચિયારીઓ પાડી ઊઠ્યા હતા.ગુજરાતમાં મળેલા અદ્ભુત આવકારથી ગદ્ગદિત થયેલા અમિતાભે કહ્યું હતું કે ગુજરાત મેરે લિએ અપને ઘર કી તરહ હો ગયા હૈ. ગુજરાતના બ્રૅન્ડ-ઍમ્બેસેડર અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ગુજરાતમાં હું સ્નેહ-પ્યાર, આદર-સત્કાર પામ્યો છું. આમ કહીને બિગ-બીએ ગુજરાતને ધન્યવાદ આપ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK