અમિત શાહે રાજ્યોને પત્ર લખીને કહ્યું, સરદાર જયંતિ પર થાય વિશેષ કાર્યક્રમોનું આયોજન

Updated: Oct 30, 2019, 11:56 IST | નવી દિલ્હી

અમિત શાહે રાજ્યોને ખાસ પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે સરદાર પટેલ જયંતિના દિવસે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે.

સરદાર પટેલ
સરદાર પટેલ


સરદાર પટેલ જયંતિ એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસની ખાસ ઉજવણી કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યોને પત્ર લખ્યો છે. શાહે પત્ર લખીને એકતા દિવસ મનાવવાનું કહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લખેલા એક પત્રમાં અમિત શાહે લખ્યું કે, રાષ્ટ્રીય એકતા દિવસનું આ વર્ષે ખાસ મહત્વ છે, કારણ કે કલમ 370ને રદ્દ કરીને જમ્મૂ-કશ્મીર અને લદ્દાખને ભારતનું અભિન્ન અંગ બનાવવામાં આવ્યા છે. સાચી રીતે આ એક ભારત માટે સરકાર પટેલના સપનાને સાકાર કરવાનું પ્રતિનિધિત્વ કરે છે.

ખાસ કાર્યક્રમોનું આયોજન
ગૃહમંત્રાલયે ગુરૂવારે દેશભરમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવા માટે પણ કહ્યું છે. જેમાં સૌથી મુખ્ય કેવડિયામાં થનારી પહેલી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ હશે, જે સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા સુધી થશે જેનું ગયા વર્ષે વડાપ્રધાન મોદીએ ઉદ્ધાટન કર્યું હતું. દરેક રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ અને કેન્દ્રીય સશસ્ત્રા પોલીસ બળના પોલીસ આ પરેડમાં ભાગ લેશે. આ સિવાય, તમામ જિલ્લા પ્રશાસનોને રન ફૉર યુનિટીનું આયોજન કરવાનું અને પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ નિર્દેશો આપવામાં આવ્યા છે.

આ પણ જુઓઃ 31 ઑગસ્ટે વતન આવશે વડાપ્રધાન મોદી, સરદારને આપશે અંજલિ

શાહના પત્રમાં પટેલના ફોટોની એક નકલ પણ છે, જેને ગુરૂવારે શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ પોલીસ સ્ટેશનમાં રાખવાનો છે. જેના પર શિલાલેથ હશે કે, 'કોઈને પણ ભારતની સુરક્ષા, એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડવાની અનુમતિ નહીં આપવામાં આવે.' પત્રમાં કહેવામાં આવ્યું છે કે, હું અનુરોધ કરું છું કે તેમનો ફોટો, તેમને સંદેશ સાથે દેશના તમામ પોલીસ સ્ટેશન અને પોલીસ કાર્યાલયોમાં લગાવવામાં આવે. લોકો અને પોલીસને પ્રેરિત કરવા માટે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK