અમિત શાહનું નવુ ઘર હશે વાજપેયીનો 'કૃષ્ણ મેનન માર્ગ' 6A બંગલો

Jun 07, 2019, 12:31 IST

આશરે 14 વર્ષ સુધી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ઘર રહેલું ‘6A કૃષ્ણ મેનન’ માર્ગ પર આવેલ બંગલો હવે ભાજપના ગૃહ પ્રધાન અમિત શાહનું નવુ ઘર બનવા જઈ રહ્યું છે. અટલ બિહારી વાજપેયી વર્ષ 2004માં આ ઘરમાં રહેવા આવ્યા હતા.

અમિત શાહનું નવુ ઘર હશે વાજપેયીનો 'કૃષ્ણ મેનન માર્ગ' 6A બંગલો
અટલ બિહારી વાજપેયીના ઘરમાં રહેશે અમિત શાહ

આશરે 14 વર્ષ સુધી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ઘર રહેલું ‘6A કૃષ્ણ મેનન’ માર્ગ પર આવેલ બંગલો હવે ભાજપના ગૃહ પ્રધાન અમિત શાહનું નવુ ઘર બનવા જઈ રહ્યું છે. અટલ બિહારી વાજપેયી વર્ષ 2004માં આ ઘરમાં રહેવા આવ્યા હતા. અટલ બિહારી વાજપેયીના નિધન પછી તેમના પરિવારે આ બંગ્લો ગત વર્ષે નવેમ્બરમાં ખાલી કર્યો હતો. સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી અનુસાર અમિત શાહે હાલમાં જ આ બંગલાની મુલાકાત કરી હતી અને તેમા કેટલાક બદલાવ કરવા નિર્દેશ આપ્યા હતા.

SPGની સુરક્ષા રેખાની અંદર છે આ બંગલો

અમિત શાહના આદેશ અનુસાર કૃષ્ણ મેનન માર્ગ પર આવેલા 6Aમાં બદલાવ શરુ કરી દેવામાં આવ્યા છે અને આવનારા 1-2 મહિનામાં આ ઘર અમિત શાહ માટે તૈયાર કરી દેવામાં આવશે. મધ્ય દિલ્હીમાં આવેલ આ બંગલો SPGની સુરક્ષા રેખાની અંદર આવેલો છે. આ પહેલા રાજ્યસભાના સભ્ય અમિત શાહ મધ્ય દિલ્હીના અકબર રોડ પર આવેલ બંગ્લા નં-11માં રહેતા હતા.

આ પણ વાંચો: જાણો કેમ સ્મૃતિ ઈરાની એ લખ્યું, ક્યા સે ક્યા હો ગયા દેખતે-દેખતે'

વાજપેયીની યાદમાં સદૈવ અટલ સ્મારક

મોદી સરકારે 2014માં સત્તામાં આવ્યા પછી તરત જ નિર્ણય લીધો હતો કે કોઈ પણ નેતાના નિધન પછી તેમના સરકારી ઘરને તેમની યાદમાં સ્મારક બનાવવામાં આવશે નહી. અટલ બિહારી વાજપેયીના નિધન પછી સરકારે તેમની યાદમાં રાષ્ટ્રીય સમાધિ સ્થળની નજીક સદૈવ અટલ નામનું સ્મારક મોદી સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK