Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સૅમ પિત્રોડાના નિવેદન પર અમિત શાહના રાહુલ ગાંધી પર પ્રહાર

સૅમ પિત્રોડાના નિવેદન પર અમિત શાહના રાહુલ ગાંધી પર પ્રહાર

23 March, 2019 02:32 PM IST |

સૅમ પિત્રોડાના નિવેદન પર અમિત શાહના રાહુલ ગાંધી પર પ્રહાર

અમિત શાહના રાહુલ ગાંધી પર પ્રહાર

અમિત શાહના રાહુલ ગાંધી પર પ્રહાર


ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ફરી એકવાર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. અમિત શાહે ઈન્ડિયન ઓવરસીઝના અધ્યક્ષ સૅમ પિત્રોડાના નિવેદનોને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સવાલો પૂછ્યા હતા. અમિત શાહે પૂછ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ દેશને જણાવે કે શુ તમે પુલવામા આતંકી હુમલાનો સામાન્ય ઘટના ગણાવો છો?

કોંગ્રેસ નેતા સૅમ પિત્રોડાએ શુક્રવારે બાલાકોટ એરસ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા પર સવાલો ઉઠાવ્યા હતા અને ત્યારબાદ રાજકારણ ગરમાયુ છે. ભાજપ દ્વારા સૅમ પિત્રોડા સામે સતત રાજકીય પ્રહાર કરવામાં આવી રહ્યા છે જો કે કોંગ્રેસે સૅમ પિત્રોડાના નિવેદનને તેમને અંગત ગણાવ્યા છે.



 


આ પણ વાંચો: ચૂંટણી 2019: ભાજપે ચૂંટણીને ગણાવી સત્ય-અસત્ય વચ્ચેનો સંઘર્ષ

 


ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ સૅમ પિત્રોડાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, વાયુસેનાના 300 આતંકીઓ માર્યા ઠીક છે. પરંતુ શું આને લઈને અને સબૂત આપશો અને સાબિત કઈ રીતે કરશો. જૈશ-એ-મહોમ્મદે આતંકી ઠેકાણા પર હુમલાને લઈને ઈન્ટરનેશનલ મીડિયા આ હુમલાને અલગ રીતે જોઈ રહ્યું છે. એટલે જ ભારતની જનતાને વાયુસેનાએ કરેલી કાર્યવાહી વિશે જાણવનો હક છે.

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2019 02:32 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK