અમિત શાહ પહોચ્યા અમદાવાદ, કર્યુ ઈનકમ ટેક્સ ફ્લાઈઓવરનું ઉદ્ઘાટન

Jul 03, 2019, 17:27 IST

અમિત શાહના સ્વાગતમાં એરપોર્ટથી સર્કલ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા અમિત શાહનું સ્વાગત કરાયું હતું.

અમિત શાહ પહોચ્યા અમદાવાદ
અમિત શાહ પહોચ્યા અમદાવાદ

કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ પહોચ્યા છે. અમદાવાદ પહોચતાની સાથે અમિત શાહનું ભવ્ય સ્વાગત કરાયું હતું. અમિત શાહ અમદાવાદમાં ઈનકમ ટેક્સ પાસે આવેલા ફ્લાઈઓવરનું ઉદ્ધાટન કર્યું હતુ આ સાથે જ ડીકે પટેલ હોલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ ગુજરાત વિશ્વવિદ્યાલયમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે. એરપોર્ટથી લઈને સંસદીય ક્ષેત્ર સુધીના માર્ગ પર પાર્ટીના ઝંડા અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા.

અમિત શાહના સ્વાગતમાં એરપોર્ટથી સર્કલ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા અમિત શાહનું સ્વાગત કરાયું હતું. શહેરના રસ્તાઓ પર અમિત શાહના પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. પોસ્ટરમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હોર્ડિંગ્સમાં નજર આવી રહ્યા છે.એરપોર્ટ પર ભાજપના દિગ્ગજ નેતાઓએ અમિત શાહનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો: કોંગ્રેસને ફરી ધારસભ્ય તૂટવાનો ડર ? રાજ્યસભાની ચૂંટણી પહેલા લઈ જશે આબુ

અમિત શાહના આગમન પહેલા ભાજપના મીડિયા સંયોજક પ્રશાંત વાળાએ કહ્યું હતું કે, ભાદપ અધ્યક્ષ અમિત શાહની અમદાવાદની મુલાકાત અને તેમના આગમનની તૈયારીઓને લઈને ભાજપ કાર્યાલય પર બેઠક બોલાવવામાં આવી હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કાર્યક્રમની માહિતી આપી હતી અને દરેક નેતાઓને પોતાની જવાબદારીઓ સોપવામાં આવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK