અમિત શાહનો આખા દેશમાં એક જ આઈડી કાર્ડનો પ્રસ્તાવ

Published: Sep 23, 2019, 16:02 IST | દિલ્હી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક મલ્ટીપર્પઝ આઈડી કાર્ડ બનાવવાનો પ્રસ્તાવ કરજૂ કર્યો છે. આ કાર્ડમાં પાસપોર્ટ, આધાર કાર્ડ અને વોટર કાર્ડ બધું જ સામેલ હશે.

અમિત શાહ (ફાઈલ ફોટો)
અમિત શાહ (ફાઈલ ફોટો)

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક મલ્ટીપર્પઝ આઈડી કાર્ડ બનાવવાનો પ્રસ્તાવ કરજૂ કર્યો છે. આ કાર્ડમાં પાસપોર્ટ, આધાર કાર્ડ અને વોટર કાર્ડ બધું જ સામેલ હશે. હાલ દેશમાં આધાર કાર્ડ, પાસપોર્ટ અને વોટર કાર્ડ જેવા જુદા જુદા આઈડી કાર્ડ છે, જેને એડ્રેસ પ્રૂફ કે આઈડી પ્રૂફ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. અમિત શાહે આ તમામ કાર્ડને એક જ કાર્ડમાં સામેલ કરવાનો વિચાર રજૂ કર્યો છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જે આઈડિયા રજૂ કર્યો છે તે પ્રમાણે આધાર, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ અને વોટર કાર્ડ જેવા અલગ અલગ કાર્ડ એક જ કાર્ડમાં સમાવિષ્ટ થઈ જશે. એટલું જ નહીં તેમણે એ પણ વિચાર રજૂ કર્યો છે કે આ કાર્ડને બેન્ક અકાઉન્ટ સાથે પણ લિંક રકવામાં આવે.

અમિત શાહે કહ્યું કે 2014માં નરેન્દ્ર મોદી જેશના વડાપ્રધાન બન્યા, બાદમાં આપણી વિચારવાની ક્ષમતામાં પરિવર્તન આવ્યું છે. દેશને સમસ્યાઓથી મુક્ત કરવામાં આવે, એવું આયોજન 2014 બાદ થયું છે. તેનથી વસતી ગણતરી રજિસ્ટરના યોગ્ય ઉપયોગની શરૂઆત થઈ. હવે 2021માં વસ્તી ગણતરી થવાની છે.

આ પણ વાંચોઃ 22 હજારનો દંડ માત્ર 400 રૂપિયા ભરીને પતાવો, ખુદ પોલીસવાળાએ આપી ટિપ્સ

ત્યારે અમિત શાહે નિવેદન આપ્યું છે કે 2021ની વસ્તી ગણતરી ઘરે ઘરે જઈને નહીં પરંતુ મોબાઈલ એપ દ્વાર ાથશે. તેમએ કહ્યું કે એવી કોઈ સિસ્ટમ હોવી જોઈએ કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેને ડેટા આપોઆપ પોપ્યુલેશન ડેટામાં આવી જાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK