અમિત શાહ વિશે કમેન્ટ નહીં કરવાની બીજેપીના સિનિયર નેતાઓને સૂચના

Published: 28th September, 2012 05:32 IST

સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસમાં ગુજરાતમાંથી તડીપાર થયેલા ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અમિત શાહને ગઈ કાલે ગુજરાતમાં પ્રવેશવાની છૂટ મળવાની સાથે જ ગુજરાત બીજેપીના સિનિયર નેતાઓએ એસએમએસ કરીને તમામ કાર્યકરોને આદેશ આપી દીધો હતો કે અમિત શાહ સંદર્ભે કોઈ પણ જાતની ટીકાટિપ્પણી કરવી કે ફટાકડા ફોડીને ઉત્સવ મનાવવાનો નહીં. ગુજરાત સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસે પણ જ્યારે આ બાબતમાં તેમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ટૂંકમાં વાત પૂરી કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સારી વાત છે. આ જજમેન્ટથી ચોક્કસપણે અમિતભાઈના ફૅમિલી મેમ્બરો ખુશ થશે.’


શાહ માટે હજી પણ કપરા દિવસો છે જ

સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસમાં તડીપાર થયેલા અમિત શાહ પાછા આવ્યા એ સારા સમાચાર ચોક્કસ છે, પણ તેમને માટે સારા દિવસો આવ્યા એવું ન કહી શકાય. કારણ કે ૧૦ દિવસ પહેલાં સીબીઆઇએ સોહરાબુદ્દીનના સાથીદાર એવા તુલસી પ્રજાપતિના ફેક એન્કાઉન્ટર કેસમાં દાંતા કોર્ટમાં જે ચાર્જશીટ ફાઇલ કરી છે એ ચાર્જશીટમાં અમિત શાહને પહેલા નંબરના આરોપી ગણાવવામાં આવ્યા છે. તુલસી પ્રજાપતિ કેસની ચાર્જશીટ દાર્શનિક પુરાવાઓ અને જુબાનીના આધારે તૈયાર કરવામાં આવી છે. આ કેસમાં અમિત શાહની ઇન્ક્વાયરી હજી બાકી છે. આ જ કારણસર પ્રબળ શક્યતા એવી છે કે ગુજરાતમાં પાછા આવતા અમિત શાહને સીબીઆઇ આગામી દિવસોમાં તુલસી પ્રજાપતિ કેસમાં અમિત શાહની ઇન્ક્વાયરી શરૂ કરે અને જરૂર પડે તો તેમની અરેસ્ટ પણ કરે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK