ઉત્તરાયણ પર્વમાં અમદાવાદની ઉત્તરાયણની મજા જ કંઇક ઓર છે ત્યારે વર્ષોથી અમદાવાદમાં રહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પતંગ ચગાવવા માટે દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા હતા અને ગઈ કાલે બહેનના ઘરે જઇને પરિવાર સાથે ટેરેસ પરથી પતંગ ચગાવવાની મોજ માણી હતી. તેમણે બીજાની પતંગ કાપી હતી અને તેમની પતંગ પણ કપાઇ ગઇ હતી.
અમદાવાદમાં ઉત્તરાયણની મજા જ કંઇક અલગ છે અને અમદાવાદની ઉત્તરાયણની મજા માણવા ઘણા બધા અમદાવાદ આવતા હોય છે, ત્યારે વર્ષોથી અમદાવાદમાં રહેલા અમિત શાહ ઉત્તરાયણના આ પર્વમાં અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં સુરધારા સર્કલ પાસે આવેલા મેપલ ટ્રી અપાર્ટમેન્ટમાં તેમજ ત્યાર બાદ ઘાટલોડીયા વિસ્તારમાં અર્જુન ટાવરમાં રહેતા બહેનના ઘરે અમિત શાહ પતંગ ચગાવવા પહોંચ્યા હતા. મેપલ ટ્રી અપાર્ટમેન્ટ ખાતે અસલ પતંગબાજની જેમ તેઓએ જાતે જ પતંગ ચગાવીને પેચ લડાવ્યા હતા અને પતંગ કાપી હતી. જોકે ત્યારબાદ બીજા પેચમાં તેમની પતંગ પણ કપાઇ ગઇ હતી. અમિત શાહે ટેરેસની ચારેબાજુ ફરીને હાથ હલાવી નાગરિકોનું અભિવાદ ઝીલ્યું હતું.
આ પહેલા તેઓ પરિવાર સાથે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા વિશ્વ પ્રસિધ્ધ જગન્નાથજીના મંદિરમાં દર્શન કરવા ગયા હતા અને શ્રદ્ધાપૂર્વક ભગવાન જગન્નાથજીના ચરણોમાં શિશ ઝુકાવી પૂજાઅર્ચના કરી હતી.
મતદાન-જાગૃતિના મામલે ગુજરાતનાં ગામડાંઓએ શહેરને મૂક્યાં પાછળ
1st March, 2021 12:14 ISTભારતીય ક્રિકેટનું પાવરહાઉસ બની રહ્યું છે ગુજરાત
28th February, 2021 12:28 ISTગુજરાતમાં આજે જિલ્લા અને તાલુકા પંચાયત તેમ જ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે મતદાન
28th February, 2021 11:45 ISTમહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું
28th February, 2021 11:30 IST