મોદી સરકારે 8 સમિતિઓની પુર્નરચના કરી, અમિત શાહ તમામ સમિતિમાં સભ્ય

Published: Jun 07, 2019, 12:53 IST | નવી દિલ્હી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે આઠ મુખ્ય કૅબિનેટ સમિતિઓની પુર્નરચના કરી છે.

અમિત શાહ
અમિત શાહ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે આઠ મુખ્ય કૅબિનેટ સમિતિઓની પુર્નરચના કરી છે. આ સમિતિઓમાં અપૉઇન્ટમેન્ટ કમિટી, સમાયોજન સમિતિ, આર્થિક બાબતોની સમિતિ, સંસદીય બાબતોની સમિતિ, રાજકીય બાબતોની સમિતિ, સુરક્ષા સમિતિ, રોકાણ તેમ જ વિકાસ સમિતિ અને રોજગાર તેમ જ કૌશલ વિકાસ સમિતિનો સમાવેશ થાય છે.

પુનર્ગઠન બાદ તમામ સમિતિઓ સાથે ગૃહપ્રધાન અમિત શાહે મુલાકાત કરી હતી. ગૃહપ્રધાન અમિત શાહને તમામ સમિતિઓના સભ્ય બનાવવામાં આવ્યા છે, જ્યારે વડા પ્રધાન મોદી નિવાસ (સમાયોજન) સમિતિ અને સંસદીય બાબતોની સમિતિ સિવાય તમામમાં સભ્ય છે.

અપૉઇન્ટમેન્ટ સમિતિમાં પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સામેલ છે, જ્યારે નિવાસ સમિતિ તેમ જ રોડ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી, નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને રેલપ્રધાન પીયૂષ ગોયલ સામેલ છે.

મહત્વપૂર્ણ આર્થિક બાબતોની સમિતિના અધ્યક્ષ વડા પ્રધાન મોદી રહેશે, જ્યારે ગૃહપ્રધાન અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ, રાજનાથ સિંહ, ડીવી સદાનંદ ગૌડા, નરેન્દ્ર સિંહ તોમર, રવિશંકર પ્રસાદ, હરસિમરત કૌર બાદલ, ડૉ. એસ જયશંકર અને ધર્મેન્દ્ર પ્રધાન સભ્ય છે.

સંસદીય બાબતોની સમિતિમાં ગૃહપ્રધાન અમિત શાહ, નિર્મલા સીતારમણ, રામવિલાસ પાસવાન, નરેન્દ્ર તોમર, રવિશંકર પ્રસાદ, થાવરચંદ ગેહલોત, પ્રકાશ જાવડેકર, પ્રહ્લાદ જોશી સામેલ છે.

રાજકીય બાબતોની સમિતિમાં પીએમ મોદી, અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, રામવિલાસ પાસવાન, નરેન્દ્ર સિંહ તોમર, રવિશંકર પ્રસાદ, હરસિમરત કૌર બાદલ, ડૉ. હર્ષવર્ધન, પીયૂષ ગોયલ, અરવિંદ ગણપત સાવંત અને પ્રહ્લાદ જોશી સામેલ છે.

સુરક્ષા બાબતોની સમિતિમાં વડા પ્રધાન મોદી, રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ, નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને ડૉ. એસ. જયશંકર સામેલ છે.

રોકાણ તેમ જ વિકાસ સમિતિમાં વડા પ્રધાન મોદી, અમિત શાહ, નિર્મલા સીતારમણ, નરેન્દ્ર સિંહ તોમર, પીયૂષ ગોયલ, રમેશ પોખરિયાલ નિશંક, ધર્મેન્દ્ર પ્રધાન, મહેન્દ્રનાથ પાંડે, સંતોષ કુમાર ગંગવાર અને હરદીપસિંહ પૂરી સામેલ છે.

આ પણ વાંચો : અમિત શાહનું નવુ ઘર હશે વાજપેયીનો 'કૃષ્ણ મેનન માર્ગ' 6A બંગલો

રોજગારી તેમ જ કૌશલ વિકાસ સમિતિમાં પીએમ મોદી, અમિત શાહ, નિર્મલા સીતારમણ, નરેન્દ્ર સિંહ તોમર, પીયૂષ ગોયલ, રમેશ પોખરિયાલ નિશંક, ધર્મેન્દ્ર પ્રધાન, મહેન્દ્રનાથ પાંડેય, સંતોષ કુમાર ગંગવાર અને હરદીપસિંહ સામેલ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK