Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગલવાન ઘાટીમાં ભારતે ચીનના ૬૦ સૈનિકોને મારી નાખ્યા હોવાનો દાવો

ગલવાન ઘાટીમાં ભારતે ચીનના ૬૦ સૈનિકોને મારી નાખ્યા હોવાનો દાવો

13 September, 2020 04:14 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગલવાન ઘાટીમાં ભારતે ચીનના ૬૦ સૈનિકોને મારી નાખ્યા હોવાનો દાવો

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


ભારત અને ચીન વચ્ચે ઘણા દિવસોથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે. હવે લદ્દાખ વિવાદને લઈ અમેરિકન અખબાર 'ન્યૂઝવીક'ના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ, ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં ચીનના આશરે ૬૦ સૈનિકો માર્યા ગયા હતા, ભારતીય સેના પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) પર ભારે પડી હતી. ગલવાનમાં થયેલી કાર્યવાહી બાદ ચીન ડરી ગયું છે.

અમેરિકન અખબાર 'ન્યૂઝવીક'ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગલવાન ઘાટીમાં ભારતે ચીનના ૬૦ સૈનિકોને મારી નાખ્યા હતા. જેના પછી ચીન બદલો લેશે તેવી ભાવના છે. ભારતીય સરહદ પર પીએલએની નિષ્ફળતાના પરિણામ ઘણાં લાંબા ગાળાના રહેશે. ચીની સેનાએ શરૂઆતમાં જ જિનપિંગને કહ્યું હતું કે, સેનામાં વિરોધીઓને બહાર કરવા પર અને વફાદારોને ભરતી કરવા પર ધ્યાન આપે. દેખીતી રીતે, આનું પરિણામ કેટલાક મોટા અધિકારીઓ પર પણ થશે.



મે મહિનાની શરૂઆતમાં જ ચીની સેનાએ એશિયાના બે સૌથી મોટા દેશો વચ્ચે અસ્થાયી સરહદ છે ત્યા લદ્દાખમાં ત્રણ જુદા જુદા વિસ્તારોમાં આગળ વધવાનું શરૂ કર્યું હતું. અહીં સરહદ નિશ્ચિત નથી તેથી પીએલએ ભારતની સરહદમાં પ્રવેશ કરે છે.  2012માં શી જિનપિંગ પાર્ટીના જનરલ સેક્રેટરી બન્યા ત્યારબાદ અહીં ઘુસણખોરી વધી છે. મે મહિનામાં સરહદની ઘૂસણખોરીથી ભારત ચોંકી ગયું હતું. ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસીઝના ક્લિઓ પાસ્કલએ જણાવ્યું હતું કે, રશિયાએ મેમાં ભારતને કહ્યું હતું કે તિબેટના સ્વાયત ક્ષેત્રમાં ચીન બેઇજિંગનું વારંવાર યુદ્ધ આ વિસ્તારમાં છુપાઈને આગળ વધવાની તૈયારી છે.


તે જ સમયે, 15 જૂને ગલવાન ખીણમાં ચીનની ઘૂસણખોરીથી ભારત સ્તબ્ધ થઈ ગયું હતું. આ એક વિચારશીલ ચાલ હતી અને ચીનના સૈનિકો સાથેની અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો વચ્ચે છેલ્લા 45 વર્ષમાં આ પહેલી ટક્કર હતી.

મળતી માહિતી પ્રમાણે, બ્લેક ટોપ અને હેલ્મેટ ટોપની આસપાસ ચીન ગતિવિધિ વધારી રહ્યું છે. સેટેલાઇટ તસવીરોમાં ચીનનો કેમ્પ પણ જોવા મળી રહ્યો છે. ફિંગર-૪ વિસ્તારમાં ચીની સૈનિકો પર નજર રાખવા માટે પર્વતના શિખરો તથા અન્ય ઊંચાણવાળી જગ્યાએ વધારાની સૈના તૈનાત કરી છે. પેંગોંગના ફિંગ-૪થી ફિંગર-૮ સુધીના વિસ્તારમાં ચીની સૈનિકોની હાજરી છે. પરંતુ અનેક ઊંચા શિખરો પર ભારતીય સેનાના નિયંત્રણ બાદ ચીનની ચિંતા વધી ગઈ છે. ચીન ફિંગર એરિયાને લઈ અડગ છે. ચીની સેના ફિંગર-૪થી હટવા તૈયાર નથી.


સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, ચીનની સેનાએ દાવો કર્યો છે કે ફિંગર ૫ થી ફિંગ ૮ સુધી તેમણે ૧૯૯૯માં સડક બનાવી હતી. તેથી આ વિસ્તાર તેમનો છે. ભારતનો આરોપ છે કે, ચીને આમ કરીને બન્ને દેશો વચ્ચે એલએસીની શાંતિને લઈ થયેલી સમજૂતીનો ભંગ કર્યો છે. ફિંગર-૫ સુધી કેમ્પ બનાવીને ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાનું સ્ટેટસ બદલવાની કોશિશ કરી છે. બન્ને દેશો વચ્ચે થયેલી શાંતિ સમજૂતી અંતર્ગત એલએસી પર મંજૂરી વગર કોઈપણ પ્રકારનું 'બોર્ડર ફોર્ટિફિકેશન' કરી શકાતું નથી.

Whatsapp-channel Whatsapp-channel

13 September, 2020 04:14 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK