હ્રિતિકની ફૅન હતી પત્ની, પતિએ ચપ્પૂ મારીને કરી હત્યા અને પછી....

Published: Nov 12, 2019, 20:08 IST | Mumbai Desk

ધ ન્યૂયૉર્ક પોસ્ટની મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. બન્નેના લગ્ન ચાર મહિના પહેલા જુલાઈ, 2019માં થયા હતા.

અમેરિકામાં 33 વર્ષના એક વ્યક્તિએ પોતાની પત્નીની ચપ્પૂ મારીને હત્યા કરી દીધી છે. પછી પોતે પણ એક ઝાડ પર ફંદો લગાડીને જીવ આપ્યો, કારણ ફક્ત એ હતું કે, પત્ની હ્રિતિક રોશનની ફેન હતી. ઇર્ષાળુ પતિથી આ સહન ન થયું. ધ ન્યૂયૉર્ક પોસ્ટની મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. બન્નેના લગ્ન ચાર મહિના પહેલા જુલાઈ, 2019માં થયા હતા.

હત્યા પછી પત્નીની બહેનને મોકલ્યો મેસેજ
આરોપી દિનેશ્વર બુદ્ધિદત ન્યૂયૉર્ક સ્થિત ક્વિંસ હોમમાં રહેતો હતો. દિનેશ્વરે પોતાની પત્ની ડોને ડૉજ્વૉયની ચપ્પૂ મારીને હત્યા કરી. હત્યા બાદ દિનેશ્વરે પત્નીની બહેનને મેસેજ કરીને હત્યા વિશે જણાવ્યું. પછી આ માહિતી આપી કે ઘરની ચાવી ઘરના છોડની નીચે રાખી છે. આના પછી આરોપી દિનેશ્વર હાવર્ડ વચ્ચે એક મેદાનમાં ગયો અને ત્યાં ઝાડ પર ફંદો લગાડીને જીવ આપી દીધો.

Fan of Hrithik Roshan

હ્રિતિકની ફિલ્મો જોવાથી પણ અટકાવતો હતો પતિ
પૂછપરછ દરમિયાન પત્ની ડોનેના એક મિત્ર 52 વર્ષની માલા રામધાનીએ જણાવ્યું કે ડોને એક્ટર હ્રિતિક રોશન પર જીવ વરસાવતી હતી. તેને હ્રિતિક પર ક્રશ હતો. આથી દિનેશ્વરને ખૂબ જ અકળામણ થતી હતી. જે પણ ફિલ્મમાં હ્રિતિકે કામ કર્યું હોય તે ફિલ્મ ડોને જોવા માગતી હતી. પણ જ્યારે તે હ્રિતિકની ફિલ્મ જોતી, દિનેશ્વર ટીવી બંધ કરવા માટે કહેવા લાગતો. ડોને બારટેંડર હતી. તે જેમિની અલ્ટ્રા લાઉંઝમાં કામ કરતી હતી. તે પહેલા પણ પત્ની પર હિંસક હુમલા કરી ચૂક્યો હતો. 21 ઑગસ્ટને પણ દિનેષ્વરને પત્ની પર હિંસક હુમલા કરી ચૂક્યો હતો. 21 ઑગસ્ટના પણ દિનેશ્વરને પત્ની પર હુમલો કરવાને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Aarohi Patel: અલબેલી 'આર.જે. અંતરા'ના અનોખા અંદાજ જુઓ તસવીરોમાં...

સતત અકળાતો હતો પતિ
ડોનેના એક બીજા મિત્ર પ્રમાણે ડોનેનો પતિ તેને પ્રેમ કરતો હતો, પણ સાથે તે તેને લઈને જનૂની પણ ખૂબ હતો. ડોને સુંદર હતી અને કમાતી પણ હતી. આ પણ કારણ હોઇ શકે છે અકળામણનું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK