Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > રોષે ભરાયેલા રિપબ્લિકન્સે કહ્યું ‘અમેરિકા કંઈ ચીન નથી’

રોષે ભરાયેલા રિપબ્લિકન્સે કહ્યું ‘અમેરિકા કંઈ ચીન નથી’

10 January, 2021 03:12 PM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોષે ભરાયેલા રિપબ્લિકન્સે કહ્યું ‘અમેરિકા કંઈ ચીન નથી’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ થયું સસ્પેન્ડ. (તસવીર: પી.ટી.આઇ.)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ થયું સસ્પેન્ડ. (તસવીર: પી.ટી.આઇ.)


સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનું અકાઉન્ટ કાયમી ધોરણે ડિઍક્ટિવેટ કરવાના પગલા સામે રિપબ્લિકન પાર્ટીના કાર્યકરો સહિત અનેક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. ટ્વિટરના સંચાલકોના આ પગલાની ટીકા કરતાં ભારતીય મૂળનાં અમેરિકી રાજકારણી નિક્કી હેલી સહિત અનેક લોકોએ કહ્યું હતું કે ‘અમેરિકા એ કંઈ ચીન નથી.’

વૉશિંગ્ટનના સત્તાધારી રાજકારણીઓના કેપિટલ હિલ વિસ્તારમાં ગયા અઠવાડિયે થયેલી હિંસા માટે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સને પણ જવાબદાર ગણાવવામાં આવી હતી તેથી વધારે હિંસા ન થાય એની તકેદારી રાખવા માટે ડોનલ્ડ ટ્રમ્પનું ટ્વિટર હેન્ડલ કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યું હતું.



નિક્કી હેલીએ ગઈ કાલે ટ્વિટર પર જણાવ્યું હતું કે લોકોના મોઢાં બંધ કરવાં અને અમેરિકાના પ્રમુખનો ઉલ્લેખ નહીં કરવાનાં ફરમાન આપવાં, એ બધું ચીનમાં બને, આપણા દેશમાં નહીં. જોકે લોકોની હિંસા માટે ઉશ્કેરણી કરતી પોસ્ટસ લખવા અને પ્રસાર માધ્યમો સમક્ષ એવા ઉચ્ચારણો કરવા બદલ રિપબ્લિકન પાર્ટી સહિત વિવિધ પક્ષોના રાજકીય નેતાઓએ ડોનલ્ડ ટ્રમ્પની ટીકા કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2021 03:12 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK