અમેરિકાની સ્કૂલમાં ગોળીબારી, 8 બાળકો ઈજાગ્રસ્ત, 2ની ધરપકડ

May 08, 2019, 10:49 IST

અમેરિકાના કોલોરાડોમાં ફરી એકવાર ગોળીબારીની ઘટના સામે આવી છે. અમેરિકાના ડેનવરની એક સ્કૂલમાં ગોળીબારીમાં 7 થી 8 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર આ મામલે પોલીસ દ્વારા બે સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે.

અમેરિકાની સ્કૂલમાં ગોળીબારી, 8 બાળકો ઈજાગ્રસ્ત, 2ની ધરપકડ
અમેરિકાની સ્કૂલમાં ગોળીબારી

અમેરિકાના કોલોરાડોમાં ફરી એકવાર ગોળીબારીની ઘટના સામે આવી છે. અમેરિકાના ડેનવરની એક સ્કૂલમાં ગોળીબારીમાં 7 થી 8 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર આ મામલે પોલીસ દ્વારા બે સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે. આ સંદિગ્ધોમાં એક સગીર પણ સામેલ હતો.

કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે સ્કૂલમાં આશરે 1850 વિદ્યાર્થીઓ હાજર હતા. અચાનક જ બે બંદૂકધારી વ્યક્તિ સ્કૂલમાં ઘુસ્યા અને 2 રૂમના વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવા લાગ્યા. આ ગોળીબારમાં ઘણા વિદ્યાર્થીઓને ગોળી વાગી હતી જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓની હાલત ગંભીર માનવામાં આવી રહી છે. બધા જ ઈજાગ્રસ્ત બાળકોની ઉમર 15 વર્ષથી વધુ માનવામાં આવી રહી છે. ઘટના બાદ સ્કૂલમાં એક અઠવાડિયાની રજા જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં દરગાહની બહાર બ્લાસ્ટ, 3 પોલીસ જવાનો શહીદ

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK