અમેરિકા કોરોનાનો ત્રીજો સૌથી મોટો ગઢ : 35,070 લોકો સંક્રમિત

Published: Mar 23, 2020, 16:13 IST | Agencies | Mumbai Desk

ભારત સહિત દુનિયાના ૧૮૮ દેશ હવે આ મહામારીથી ઝઝૂમી રહ્યા છે અને ૧૩,૦૦૦થી વધુ લોકોનાં મોત થઈ ગયાં છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કિલર કોરોના વાઇરસના કેરની સામે દુનિયાભરના દેશ બેહાલ દેખાઈ રહ્યા છે. આ મહામારીથી બચાવના તમામ પ્રયાસો બાદ પણ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ૩ લાખના આંકડાને પાર કરી ગઈ છે. ભારત સહિત દુનિયાના ૧૮૮ દેશ હવે આ મહામારીથી ઝઝૂમી રહ્યા છે અને ૧૩,૦૦૦થી વધુ લોકોનાં મોત થઈ ગયાં છે. કોરોના પ્રભાવિત દેશોના મામલામાં સુપરપાવર અમેરિકા ત્રીજા નંબર પર પહોંચી ગયું છે.

સામાન્ય હોય કે ખાસ કોરોના વાઇરસ કોઈને છોડી રહ્યું નથી. કોરોનાનો ખોફ એટલો વધી ગયો છે કે હવે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ અને તેમનાં પત્ની કેરેન પેન્સનો કોવિડ-૧૯ રિપોર્ટ કરાયો. તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિની ટીમનો એક સભ્ય કોરોનાથી સંક્રમિત થયો છે. જોકે સંક્રમિત વ્યક્તિનો પેન્સ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સાથે કોઈ સીધો સંપર્ક થયો નથી.
આની પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ કોરોના વાઇરસની તપાસ કરાવી હતી અને તેઓ સંક્રમિત જોવા મળ્યા નહોતા. કોરોનાને ધ્યાનમાં રાખતા વાઇટ હાઉસે પરિસરમાં પ્રવેશ કરનારાઓ માટે સખત નિયમ બનાવ્યા છે. સ્થિતિ એ છે કે અમેરિકા કોરોનાનો ત્રીજો સૌથી મોટો ગઢ બની ગયો છે. અહીં કોરોના વાઇરસથી ૨૬,૭૧૧ લોકો સંક્રમિત છે. એટલું જ નહીં, ન્યુ યૉર્ક શહેર હવે અમેરિકાનું ‘વુહાન’ બનવા જઈ રહ્યું છે. અહીં ૮૩૭૭ લોકો કોરોના પૉઝિટિવ જોવા મળ્યા છે.

ન્યુ યૉર્ક શહેરની જેલોમાં કમસે કમ ૩૮ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. આ તમામની તપાસની મંજૂરી આપી જેનો રિપોર્ટ ૪૫ મિનિટમાં જ મળી શકે છે.

આ બધાની વચ્ચે બ્રિટનમાં અંદાજે ૧૫ લાખ લોકોને કોરોના વાઇરસની મહામારીની દૃષ્ટિથી વધુ સંવેદનશીલ થયાની ઓળખ થઈ છે અને તેમને કમસે કમ ૧૨ સપ્તાહ માટે ઘરોમાં રહેવાનું કહ્યું છે. બ્રિટનના સ્વાસ્થ્ય અધિકારીઓએ હાડકાં કે બ્લડ કૅન્સરના દરદી, ફેફસાં અને પાચનતંત્રને નુકસાન પહોંચાડનાર સિસ્ટિક ફાઇબ્રોસિસના દરદીઓને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.

બ્રિટનના સામુદાયિક મંત્રી રોબર્ટ જેનરિકે એક નિવેદનમાં કહ્યું કે લોકોએ ઘરોમાં જ રહેવું જોઈએ. બ્રિટનમાં કોરોના વાઇરસથી ૧૭૭ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. ચિલીમાં ૮૩ વર્ષની મહિલાનું કોરોના વાઇરસથી મોત થયું છે. આ દેશમાં મોતનો પહેલો કેસ છે. ચિલીના સ્વાસ્થ્ય મંત્રી જૈમ મનાલિચે કહ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણના ૧૦૩ નવા કેસ સામે આવ્યા છે જેથી કરીને સંક્રમિત લોકોની કુલ સંખ્યા ૫૦૦ પર પહોંચી ગઈ છે. સરકારે લોકોને ઘરોની અંદર રહેવાની સલાહ આપી છે.

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને કહ્યું કે કોરોના વાઇરસ ફેલાતો રોકવા માટે પોતાના નાગરિકોને રવિવારના રોજ દેશની અંદર કોઈ પણ પ્રવાસ ન કરવાની સલાહ આપી છે. બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે આ વાત ત્યારે કહી જ્યારે દેશમાં કોરોના વાઇરસના કેસ ૧૦૦૦ સુધી પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે હજી કડક પગલાં ઉઠાવાશે.

ઇટલીમાં પણ કોરોના પ્રભાવિત લોકોની સંખ્યા ૫૩,૫૭૮એ પહોંચી ગઈ છે. અહીં સંક્રમણના ૬૫૫૭ કેસ સામે આવ્યા છે. ઇટલીમાં અત્યાર સુધીમાં ૪૮૨૫ લોકોના કોરોનાથી મોત થઈ ગયાં છે જે દુનિયામાં સૌથી વધુ છે. કોરોનાથી સંક્રમિત લોકોની યાદીમાં ચીન પહેલા નંબર પર છે જ્યાં ૮૧,૦૫૪ લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે.

રવાંડામાં શનિવારના રોજ કોરોના વાઇરસના ૧૭ કેસ નોંધાયા છે જે પૂર્વ આફ્રિકન ક્ષેત્રમાં સૌથી વધુ સંખ્યા છે. ત્યાં બોલિવિયાના ઉચ્ચ ચૂંટણી અધિકરણે શનિવારના રોજ જાહેરાત કરી કે તેઓ કોરોના વાઇરસ વૈશ્વિક મહામારીના લીધે મેમાં યોજાનાર સામાન્ય ચૂંટણી અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી રહ્યા છે. બોલિવિયામાં કોરોના વાઇરસના ૧૯ કેસ સામે આવ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK