જે ફાઇનલી હવે બુધવારે ધીરુભાઈ અંબાણીના જન્મદિવસે તેમના ચાહકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ ‘ધીરુભાઈ અંબાણી સ્મૃતિ ભવન’ શાસ્ત્રોક્ત રીતે ભાગવત-કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે આ કાર્યક્રમની તૈયારીઓનાં આખરી રંગરૂપ ચકાસવા માટે કોકિલાબહેન અંબાણી એક દિવસ પહેલાં એટલે કે આવતી કાલે ચોરવાડ આવી જશે, જ્યારે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બુધવારે સવારે પોતાની ફૅમિલી સાથે ચોરવાડ પહોંચશે અને મોડી સાંજ સુધી ચોરવાડ રોકાશે.
કોકિલાબહેન ચોરવાડ આવશે એ વાતને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પ્રવક્તા દ્વારા કન્ફર્મ કરવામાં આવે છે, પણ મુકેશ અંબાણી આવશે કે કેમ એ બાબતે સ્પષ્ટતા કરવામાં નથી આવતી.