આવી હતી અંબાણી ફેમિલીની રૂટિન લાઈફ, જુઓ અનસીન ફોટોઝ

Published: 19th June, 2019 14:52 IST | મુંબઈ

હાલ ઈન્ટરનેટ પર અંબાણી પરિવારના ફેમિલી આલ્બમના કેટલાક અનસીન ફોટોઝ વાઈરલ થયા છે. જેમાં આખો અંબાણી પરિવાર એક સાથે દેખાઈ રહ્યો છે.

ભારતના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી જુદા જુદા કારણોસર ચર્ચામાં રહે છે. બિઝનેસ ટાયકૂન હોવાને કારણે તેમના પરિવારની નાની નાની હરકતો પર લોકોની નજર રહે છે. હાલ ઈન્ટરનેટ પર અંબાણી પરિવારના ફેમિલી આલ્બમના કેટલાક અનસીન ફોટોઝ વાઈરલ થયા છે. જેમાં આખો અંબાણી પરિવાર એક સાથે દેખાઈ રહ્યો છે. આ ફોટોઝમાં કોકીલાબેન અને ધીરુભાઈ અંબાણી પોતાના વ્યાજના વ્યાજ એટલે કે પૌત્રોને રમાડતા નજરે પડે છે.

આ જૂના ફોટોઝમાં ઈશા અંબાણી એકદમ વ્હાલી લગી રહી છે. પિંક સ્વેટર અને બ્લંટ બોબમાં મેચિંગ હેરબેન્ડ સાતે ઈશા અંબાણી ક્યુટ દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વૉગને આપેલા ઈન્ટરવ્યુમાં ઈશા અંબાણીએ પોતાના બાળપણ અને માતા પિતા વિશે રસપ્રદ ખુલાસા કર્યા હતા. પર્સનલ લાઈફ અંગેની વાતચીતમાં ઈશા અંબાણીએ કહ્યું હતુ કે આકાશ અને તે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઈન વીટ્રો ફર્ટીલાઈઝેસન એટલે કે IVF બાળકો છે.

આ પર્ફેક્ટ ફેમિલી ફોટોમાં બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણી પોતાના જોડિયા બાળકો ઈશા-આકાશ અને અનંત અંબાણી સાથે દેખાઈ રહ્યા છે. આ ફોટોમાં તેમની સાથે ધીરુભાઈ અને કોકિલાબેન અંબાણી પણ છે. આ ફેમિલી ફોટોમાં મુકેશ અંબાણીએ ત્રણેય બાળકો સાથે ટ્વિનીંગ કર્યું છે. મુકેશ અંબાણી અને આકાશ, ઈશા, અનંતે કાળા રંગના એક સરખા કપડા પહેર્યા ચે.

ઈશા અંબાણીના આ થ્રો બૅક પિક્ચરમાં તે મુકેશ અંબાણી અને નીતા અંબાણી અને દાદી કોકીલા અંબાણી સાથે વ્હાલી વ્હાલી લાગે છે. બ્લૂ સારીમાં નીતા અંબાણી આ ફોટોમાં બ્યુટીફુલ લાગી રહ્યા છે. ઈશા અંબાણીએ વૉગ સાથેના ઈન્ટરવ્યુમાંકહ્યું હતું કે,'અમારો જન્મ અમારા માતા પિતાના લગ્નના સાત વર્ષ બાદ થયો હતો. હું અને આકાશ IVFથી જન્મ્યા છીએ. જ્યારે મમ્મીએ અમને જન્મ આપ્યો તો તેઓ ફૂલ ટાઈમ મમ્મીની મેન્ટાલિટી સાથે જીવતા હતા. અમે પાંચ વર્ષના થયા ત્યારથી તેમણે કામ કરવાની શરૂઆત કરી. પરંતુ હજી પણ તે ટાઈગર મોમ જ છે.'

આ પણ વાંચોઃ જાણો મુકેશ અંબાણીની સફળતાનો રાઝ, આ છે કારણો

નીતા અંબાણીએ પણ 2012માં આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે લગ્નના કેટલાક વર્ષો બાદ ડોક્ટરોએ અમને કહ્યું હતું કે અમને ક્યારેય બાળકો નહીં તાય. ઈશા અંબાણીએ પણ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે નીતા અંબાણી મમ્મી તરીકે ખૂબ જ કડક છે. તે અમે સમયપ્રમાણે જમી લેવા માટે, સ્કૂલ બંક નહીં કરવા માટે ખૂબ જ સમજાવતી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK