Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Prime Day સેલ દરમ્યાન Amazon ના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા

Prime Day સેલ દરમ્યાન Amazon ના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા

17 July, 2019 09:28 PM IST | Mumbai

Prime Day સેલ દરમ્યાન Amazon ના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા

Prime Day સેલ દરમ્યાન Amazon ના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા


Mumbai : Amazon વિશ્વમાં સૌથી મોટી ઇ કોમર્સ કંપની ગણવામાં આવે છે. હાલમાં જ એમેઝોને પ્રાઇમ ડે સેલ શરૂ કર્યું હતું. પરંતુ દરમ્યાન તે વિવાદમાં સપડાઇ ગઇ છે. પ્રાઇમ ડે સેલ દરમ્યાન કંપનીના કર્મચારીઓએ દુનિયાભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. કર્મચારીઓ આ પ્રદર્શન કંપનીની નીતિઓ વિરૂદ્ધ કરી રહ્યા છે. અમેરિકાથી માંડીને બ્રિટન અને જર્મની ઉપરાંત ઘણા દેશોમાં આ વિરોધ પ્રદર્શન એટલા માટે થઇ રહ્યા છે જેથી કંપની કર્મચારીઓ માટે પોતાની નિતીઓમાં ફેરફાર કર્યા. કર્મચારીઓની માંગ છે કે વર્કિંગ કંડીશન યોગ્ય છે, નોકરી સુરક્ષિત રહી અને સારું વેતન મળે. અમેઝોનના વેરહાઉસ અને પાયલોટ પણ આ પ્રદર્શનમાં સામેલ થયા છે.

આ પ્રદર્શન દ્વારા કર્મચારી અમેઝોનના માલિક જેફ બેજોસને એ સંદેશો આપવા માંગે છે કે તે રોબોટ નથી, પરંતુ માણસો છે. અમેરિકાના મિન્નેસોટા શહેરમાં કર્મચારી સેલના પહેલા દિવસે છ કલાકથી દૂર રહ્યા હતા. આ ઉપરાંત કર્મચારીઓની માંગ છે કે તેમને પૂર્ણ રીતે કંપનીના ગણવામાં આવે. આ ઉપરાંત તેમને મજૂરીના બદલે સેલરી પર રાખવામાં આવે. જર્મનીમાં કર્મચારી બે દિવસની હડતાલ પર છે.

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

કર્મચારીઓનું કહેવું છે કે કંપની તેમની આવક પર છૂટ આપી ન શકે. પ્રાઇમ ડે સેલ પર કર્મચારીઓને સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે, કારણ કે તેમને એક દિવસમાં જ સામાન ડિલીવરી કરવો પડે છે. જોકે તેના માટે કંપની અલગથી તેમને કોઇપણ પ્રકારનો આર્થિક લાભ આપતી નથી.


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2019 09:28 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK