એમેઝોને એના કર્માચારીઓને કોરોનાની રસી માટે પ્રાધાન્યતા આપવા વિનંતી કરી

Published: 22nd January, 2021 12:42 IST | Agencies | Mumbai

એમેઝોને એના કર્માચારીઓને કોરોનાના રસીકરણ માટે પ્રાધાન્યતા આપવા બાઇડનને વિનંતી કરી, કંપની જોના વહીવટી તંત્રને ૧૦૦ દિવસમાં ૧૦ કરોડ અમેરિકન્સને વેક્સિન આપવાના લક્ષ્યાંકને હાંસિલ કરવામાં મદદ કરશે.

એમેઝોને એના કર્માચારીઓને કોરોનાની રસી માટે પ્રાધાન્યતા આપવા વિનંતી કરી
એમેઝોને એના કર્માચારીઓને કોરોનાની રસી માટે પ્રાધાન્યતા આપવા વિનંતી કરી

અમેરિકી પ્રમુખ જો બાઇડનને એક પત્ર લખી એમેઝોને ઘરેથી કામ ન કરી શકતાં આવશ્યક સેવાઓ પુરી પાડતા તેના કર્મચારીઓને , કોવિડ-19 રસી આપવા વિનંતી કરી છે.
એમેઝોને એમ પણ જણાવ્યું હતું કે કંપની જોના વહીવટી તંત્રને ૧૦૦ દિવસમાં ૧૦ કરોડ અમેરિકન્સને વેક્સિન આપવાના લક્ષ્યાંકને હાંસિલ કરવામાં મદદ કરશે.
એમેઝોનના વૈશ્વિક કન્ઝ્યુમર બિઝનેસના સીઇઓ ડેવ ક્લાર્કે પત્રમાં જણાવ્યું હતું કે દેશભરમાં ફેલાયેલા એમેઝોન ફુલફીલમેન્ટ સેન્ટર, એડબ્લ્યુએસ ડેટા સેન્ટર, હોલ ફુડ માર્કેટ સ્ટોર જેવા વિભાગમાં તેના આવશ્યક વિભાગના કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. આ લકર્મચારીઓ ઘરેથી કામ કરી શકે એમ ન હોઈ તેમને અગ્રીમ ધોરણે કોવિડ-19 વેક્સિન અપાવી જોઇએ. આ કાર્યમાં બાઇડનના વહીવટીતંત્રને કંપનીનો પૂર્ણ સહકાર મળશે એમ તેઓએ જણાવ્યું હતું.
અમેરિકામાં ૮૦,૦૦૦ કરતાં વધુ કર્મચારીઓ ધરાવતા એમેઝોનને અગાઉ તેના વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓની ટીકાનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે તેમણે કંપનીના ગોડાઉનના કર્મચારીઓની સુરક્ષા માટે કરવામાં આવેલી વ્યવસ્થા અપર્યાપ્ત હોવાનો દાવો કર્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK