અમર સિંહ માટે ફરીથી જેલયોગ

Published: 29th September, 2011 18:59 IST

૨૦૦૮માં વિશ્વાસનો મત મેળવી યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ)ની સરકાર બચાવવા માટેના કૅશ ફૉર વોટ કૌભાંડમાં કથિત સંડોવણી ધરાવતા રાજ્યસભાના સભ્ય અમર સિંહ માટે થોડા દિવસની રાહત બાદ ફરી જેલયોગ શરૂ થયો છે. ગઈ કાલે ર્કોટે રાબેતા મુજબની જામીનઅરજી ફગાવી દેતાં તેમની ફરી ધરપકડ કરવામાં આવશે.

 

માંદગીના આધાર પર વચગાળાના જામીન મેળવનારા રાજ્યસભાના સભ્યની રેગ્યુલર બેઇલ માટેની અરજી ગઈ કાલે ર્કોટે ફગાવી દીધી

સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમર સિંહની કૅશ ફૉર વોટ કૌભાંડ મામલે છઠ્ઠી સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. કિડનીની સારવાર લઈ રહેલા અમર સિંહને ઝાડા-ઊલ્ટી શરૂ થઈ જતાં તેમને દિલ્હીમાં એઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ) હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ર્કોટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા, જે ગઈ કાલે પૂરા થયા હતા. ગઈ કાલે રાબેતા મુજબ તેમના જામીન માટેની અરજી પર સુનાવણી હતી. ર્કોટે આ અરજી ફગાવી દેતાં અમર સિંહની ફરી ધરપકડ કરવામાં આવશે.

કૉન્ગ્રેસે હાથ ખંર્ખેયા

કૉન્ગ્રેસે ગઈ કાલે કહ્યું હતું કે ‘કૅશ ફૉર વોટ કૌભાંડ બીજેપી અને અમર સિંહ વચ્ચેનો મામલો છે. અમારા સંસદસભ્યો વિરુદ્ધ પોલીસ પાસે એક પણ પુરાવો નથી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK