સરકાર બદલાવા છતાં આપણામાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી કશું જ નહીં બદલાય

Published: Nov 01, 2014, 07:05 IST

ભારતમાં ઠેર-ઠેર કચરો દેખાવાનો જ. ટ્રેનો હંમેશાં મોડી હોવાની જ. સરકાર બદલાય તો પણ દેશની પરિસ્થિતિ નહીં બદલાય, કારણ કે જ્યાં સુધી આપણે આપણામાં પરિવર્તન નહીં લાવીએ ત્યાં સુધી કશું જ નહીં બદલાય.

(બિન્દાસ બોલ- હેતલ વડોદરિયા સ્ટુડન્ટ, વિરાર)

દરેક વખતે આપણે એમ જ વિચારીએ છીએ કે દેશે અત્યાર સુધી મારા માટે શું કર્યું છે? દેશે મારા માટે શું કર્યું એ વિચાર કરવાને બદલે મેં મારા દેશ માટે શું અને કેટલું કર્યું અને હું એના માટે શું કરી શકીશ એવો વિચાર જ્યારે આવશે ત્યારે જ આપણા વર્તનમાં પરિવર્તન આવશે, કારણ કે દેશ કોઈ જમીનનો ટુકડો નથી. એ આપણી જન્મભૂમિ અથવા કર્મભૂમિ છે. આપણા દેશની સભ્યતા, સંસ્કૃતિ, પરંપરા અને પ્રણાલી બાબતે ગૌરવ જાગશે તો જ આપોઆપ એની પાછળ ફના થવાની ભાવના પણ જાગી ઊઠશે અને તો જ પરિસ્થિતિ બદલાશે. કોઈ પણ કામનું ગૌરવ અનુભવવું હોય તો એના માટે એ કાર્યને અમલમાં મૂકવું પડે. એટલે એના માટે સ્વેચ્છાએ જ ખુદના વિચારોમાં, વર્તનમાં અને વ્યવહારમાં બદલાવ લાવવો જરૂરી છે. પ્રત્યેક નાગરિક આને ફરજ સમજવાને બદલે દેશનું ગૌરવ અને અસ્મિતા જાળવવા વિચારોમાં નાનકડો ફેરફાર કરશે તો એ દિવસ દૂર નથી કે આપણો દેશ આખા વિશ્વમાં શ્રેષ્ઠ દેશ તરીકે ઓળખાય.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK