મારી અલ્પેશ સાથે કોઇ હરીફાઇ નથી, પણ તે પોલિટિક્સ શીખી ગયો છે : હાર્કિદ પટેલ

અમદાવાદ | Apr 10, 2019, 23:54 IST

અલ્પેશ ઠાકોરે બુધવારે તમામ પદ પરથી રાજીનામું આપી કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. જેને પગલે ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું.

મારી અલ્પેશ સાથે કોઇ હરીફાઇ નથી, પણ તે પોલિટિક્સ શીખી ગયો છે : હાર્કિદ પટેલ
હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર (File Photo)

છેલ્લા ઘણા સમયથી અલ્પેશ ઠાકોરની ચાલતી રાજરમતનો બુધવારે અંત આવી ગયો છે. અંતે અલ્પેશ ઠાકોરે બુધવારે તમામ પદ પરથી રાજીનામું આપી કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. જેને પગલે ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. ઉલ્લેખનીય છે કે બુધવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ ગુજરાતના પ્રવાસે હતા. જેને પગલે ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ મચી હતી. અલ્પેશે કોંગ્રેસના સાથે છોડી દેતા હાર્દિક પટેલે તેના પર કટાક્ષ કરતા તેના પર પ્રહારો કર્યા હતા.

અલ્પેશ પોલિટિક્સ શીખી ગયો છે
: હાર્દિક પટેલ
પાટીદાર નેતા અને હાલમાં જ કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે બુધવારે અલ્પેશ ઠાકોરના રાજીનાને લઇને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરે લીધેલો નિર્ણય વ્યક્તિગત છે. પણ અલ્પેશ પોલિટિક્સ શીખી ગયો છે અને રમી પણ રહ્યો છે. અલ્પેશને કોંગ્રેસ પાર્ટીએ ઘણું બધુ આપ્યું છે. થોડા ઓછા સમયમાં જ કોંગ્રેસ પાર્ટીએ અલ્પેશ ઠાકોરને અનેક જવાબદારીઓ પણ આપી છે. ભાજપ દ્વારા કોંગ્રેસમાં અંદરો અંદર ઝઘડો કરાવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલ્પેશને ઠાકોરને હું પણ સમજાવાનો પ્રયત્ન કરીશ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK