પક્ષપલ્ટુ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને મતદારોએ તમાચો આપ્યો

Published: Oct 24, 2019, 20:35 IST | Gandhinagar

ગુજરાત રાજ્યમાં પેટાચુંટણીમાં ભારે રસાકસી બાદ જનતાએ પક્ષપલ્ટુ નેતાને તમાચો જોડી દીધો છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની પોતાની બેઠક પર કારમી હાર થઇ છે. અલ્પેશ ઠાકોર 3800 મતથી અને ધવલસિંહ ઝાલા 761 મતથી હાર્યા છે.

અલ્પેશ ઠાકોર અને ધવલસિંગ ઝાલા
અલ્પેશ ઠાકોર અને ધવલસિંગ ઝાલા

Gandhinagar : ગુજરાત રાજ્યમાં પેટાચુંટણીમાં ભારે રસાકસી બાદ જનતાએ પક્ષપલ્ટુ નેતાને તમાચો જોડી દીધો છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની પોતાની બેઠક પર કારમી હાર થઇ છે. અલ્પેશ ઠાકોર 3800 મતથી અને ધવલસિંહ ઝાલા 761 મતથી હાર્યા છે. મહત્વનું છે કે આ બંને નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ સાથે જોડાયા હતા. જ્યારે આ બંને સામે કોંગ્રેસના ઓછા જાણીતા નેતાની જીત થઇ હતી.

રાજકારણમાં ન જોડાવાની વાતો કરતો અલ્પેશે કોંગ્રેસ સાથે 2017ની વિધાનસભા ચુંટણી લડી
તો ઠાકોર સમાજના નેતા એવા અલ્પેશ ઠાકોરની વાત કરીએ તો તેણે સમાજને તરછોડ્યો. તો ત્યારબાદમાં કોંગ્રેસ સાથે જોડાઇને નાટ્યત્મક રીતે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપ સાથે જોડાયા હતા. આ મુખ્ય કારણો તેની હાર માટે જવાબદાર છે. સમાજના નામે અલ્પેશ આંદોલનકારી નેતા બનીને ઉભર્યો હતો. રોજગારી અને દારૂબંધી જેવા મુદ્દાઓ આગળ કરી સરકારને અવાર-નવાર ઘેરનારો અલ્પેશ રાજકારણમાં ન જોડાવવાની વાતો કરતા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય પદ મેળવવાની લાલચ તેણે કોંગ્રેસમાં જોડાઈ રાધનપુરથી નસીબ અજમાવ્યુ હતુ, જ્યાં પ્રજાએ તેને સમાજનો અને લોકોનો અવાજ ઉઠાવનાર નેતા તરીકે જોતા વિધાનસભામા મોકલ્યો હતો. બાદમાં અલ્પેશ ઠાકોર થોડો સમય કોંગ્રેસમાં રહી પક્ષમાં સમાજની અવગણના થતી હોવાનું બહાનું સામે ધરી ભાજપમાં જોડાઈ ગયો. તેનું એક કારણ એમ પણ મનાય છે કે ભાજપમાં ધન અને પ્રધાનપદુ મેળવવા માટે તે જોડાયો હતો.

કોંગ્રેસ સમાજની અવગણના કરતી હોવાનું બહાનું ધરી અલ્પેશે કોંગ્રેસનો હાથ છોડ્યો
પક્ષપલ્ટો કરી કોંગ્રેસ અને કોંગ્રેસી કાર્યકર્તાઓ સહિત પોતાના મતદારોને છેતર્યા હોવાનુ દેખાઈ રહ્યું હતુ. જેનું આજે પેટાચૂંટણીમાં પરિણામ સ્વરૂપે સબળું પાસુ પણ મળી આવ્યું છે. ભાજપમાં જોડાયા બાદ રાધનપુરથી પેટાચૂંટણી લડનારા અલ્પેશ 3800 મતોથી હારનો સામનો કરવાનો વખત આવ્યો છે. અહીં તેને પ્રજાએ રીતસર જાકારો આપ્યો છે, કારણ કે રાધનપુર બેઠક પર 2017માં જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરનાર અલ્પેશ આ વખતે અહીં ઓછા જાણીતા ચહેરા એટલે કે કોંગ્રેસના રઘુ દેસાઈ સામે હારી ગયા છે. પ્રજાએ પક્ષપલ્ટુ નેતા પર ફરી વિશ્વાસ ન કરી દર્શાવ્યુ છે કે ભાજપમાંથી લડનાર તમામ ઉમેદવારો જીત મેળવે તે દરેક વખતે સાચુ પડતુ વિધાન નથી.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

બાયડ કોંગ્રેસ સાથે છેડો ફાડી ધવલસિંહ ઝાલા પણ ભાજપ સાથે જોડાયા હતા
તો અલ્પેશ ઠાકોરના જૂથના અને બાયડના પૂર્વ ધારાસભ્ય તેમજ એક સમયના કોંગ્રેસના નેતા ધવલસિંહ ઝાલાએ પોતાના જ પગ પર કુલ્હાડી મારી છે. કોંગ્રેસમાં રહી ધારાસભ્ય બનેલા ધવલસિંહે અલ્પેશ ઠાકોરની સાથે રાજીનામું આપી ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. જેથી બાયડ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ નિરાશ થયા હતા. આ સાથે જ બાયડમાં કાર્યકર્તાઓએ તેમનો સાથ છોડ્યો હતો, તેમના જૂથના જ અને ઠાકોર સેનાના સભ્યોએ પણ તેમની વિરૂદ્ધ અભિયાન ચલાવ્યુ હોય તે રીતે અંદરથી તેમને હરાવવાનો નિશ્ચય કર્યો હતો. જેના ભાગ સ્વરૂપે ધવલસિંહ ઝાલાને બાયડની પેટાચૂંટણીમાં 761 મતે હારનો સામનો કરવો પડ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK