કોરોના વાયરસ (Coronavirus) મહામારીને કારણે આ વર્ષે માર્ચ મહિનાથી દેશભરમાં લાગૂ પાડવામાં આવેલા લૉકડાઉનને કારણે સિનેમાઘર બંધ પડ્યા છે. એવામાં લગભગ 7 મહિના પછી ફરી એકવાર અમુક ગાઇડલાઇન્સ સાથે આને ઓપન કરવામાં આવે છે. આગામી 15 ઑક્ટોબર એટલે આવતી કાલથી તમે સિનેમા હૉલ્સમાં જઈને ફિલ્મ જોવાનો આનંદ ઉઠાવી શકો છો. તાજેતરમાં જ સરકારે 15 ઑક્ટોબરથી કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોને છોડીને અન્ય વિસ્તારોમાં 50 ટકા સીટ સાથે મલ્ટિપ્લેક્સ અને સિનેમાહૉલ ખોલવાની પરવાનગી આપી દીધી છે. સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે ફક્ત 50 ટકા સીટ સાથે જ બુકિંગ થશે.
બે જણ વચ્ચની એક સીટ ખાલી રહેશે અને તે સીટ પર માર્ક લગાડવું જરૂરી હશે જેથી તે સીટ પર કોઇ બેસી ન શકે. હવે તમારા મનમાં સવાલ હશે કે સિનેમાઘરો ખુલી ગયા પછી કઈ કઈ ફિલ્મો રિલીઝ થશે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તે પાંચ ફિલ્મોની માહિતી આપી છે, જે 15 ઑક્ટોબરના ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. અહીં ફરીથી કહેવાનો અર્થ એ છે કે આ કોઇ નવી ફિલ્મો નથી. આ બધી જૂની ફિલ્મો છે. તો આજે તે ફિલ્મોના નામ જાણીએ જે સિનેમાઘરો શરૂ થતાંજ તમે મોટા પડદે જોઇ શકશો.
તાનાજી: અજય દેવનગનની ફિલ્મ તાનાજી આ વર્ષે 10 જાન્યુઆરી સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી, કદાચ આ જ કારણસર ફિલ્મ ફરી રિલીઝ કરવામાં આવી રહી છે.
શુભ મંગલ ઝ્યાદા સાવધાનઃ આયુષ્માન ખુરાનાની ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા સાવધાન પણ આ વર્ષે 21 ફેબ્રુઆરીના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની પણ બક્સ ઑફિસ પણ ઘણી સારી ઇમ્પેક્ટ પડી હતી, તેથી આ ફિલ્મ તમે મોટા પડદે ફરી એકવાર 15 ઑક્ટોબરના રોજ જોઇ શકશો.
મલંગઃ આદિત્ય રૉય કપૂરની ફિલ્મ મલંગને તમે ફરીએકવાર 15 ઑક્ટોબરથી સિનેમાઘરોમાં જોઇ શકશો. જણાવવાનું કે, આ ફિલ્મ આ પહેલા 7 ફેબ્રુઆરી 2020ના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
કેદારનાથ: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની યાદમાં 7 ડિસેમ્બર 2018ના આવેલી તેમની ફિલ્મ કેદારનાથને પણ એકવાર ફરી રિલીઝ કરવામાં આવી રહી છે.
થપ્પડઃ તાપસી પન્નૂની ફિલ્મ થપ્પડ આ વર્ષે 28 ફેબ્રુઆરીના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની અસર પણ બૉક્સ ઑફિસ પર ફરી જોવા મળી હતી. આ કારણે આ ફિલ્મ ફરી રિલીઝ થઈ રહી છે.
Bigg Boss 14ની 24 વર્ષીય ટેલેન્ટ મેનેજરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ
16th January, 2021 16:21 ISTમીડિયમ્સ કરતાં પણ કન્ટેન્ટને વધુ મહત્ત્વ આપે છે સુધાંશુ પાન્ડે
15th January, 2021 09:07 ISTઉત્કર્ષા નાઈકે લોકોની ટૅલન્ટને મંચ આપવા માટે નાનકડું થિયેટર શરૂ કર્યું છે
15th January, 2021 09:02 ISTપંડ્યા સ્ટોરનું શૂટિંગ સોમનાથમાં શરૂ
15th January, 2021 08:54 IST