નીતિન ગડકરી પરના આક્ષેપો ખોટા : બાળ ઠાકરે

Published: 20th October, 2012 05:59 IST

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી પર અરવિંદ કેજરીવાલ અને અંજલિ દમણિયાએ કરેલા આક્ષેપો સામે શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેએ શિવસેનાના મુખપત્ર ‘સામના’માં પોતાના મિત્ર નીતિન ગડકરીની પીઠ થાબડતાં તંત્રીલેખમાં લખ્યું હતું કે ‘તે બન્નેના આક્ષેપો નીતિન ગડકરીએ ખરીદેલી પડતર જમીન જેવા જ નકામા છે.

તેમના આવા આક્ષેપોથી ગડકરીના ગઢના કાંકરા પણ ખરવાના નથી. કેજરીવાલ ઍન્ડ કંપનીએ નીતિન ગડકરી પર બૉમ્બ નાખવાના છે એવા ન્યુઝ મિડિયામાં ફેલાવી દીધા, પણ તેમના આ ન્યુઝથી સાદો ફટાકડો પણ ફૂટ્યો નથી.’

અરવિંદ કેજરીવાલે રાજકીય વ્યક્તિઓ પર આક્ષેપો કરીને પ્રસિદ્ધિ મેળવવાનો ધંધો ચાલુ કરી દીધો હોવાનું જણાવીને બાળ ઠાકરેએ કહ્યું હતું કે ‘રાળેગણ સિદ્ધિના અણ્ણા હઝારે હાથમાં કોઈ પણ કાગળિયું લઈને મારા હાથમાં પુરાવા લાગ્યા છે કહીને મોટી-મોટી હાંકતા અને એકાદ પર વરસી પણ જતા, પરંતુ એથી આગળ તેઓ કંઈ કરી શકતા નહીં. અરવિંદ કેજરીવાલ પણ આ બાબતમાં અણ્ણા હઝારેના ચેલા જ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK