ભારતીય સેના અને સરકાર પર સતત હુમલા થવા જોઈએ : ઝવાહિરી

Published: Jul 11, 2019, 11:46 IST | નવી દિલ્હી

અલ કાયદા ચીફ ઝવાહિરીએ કાશ્મીરને લઈ ભારતીય સેના અને સરકારને ધમકી આપી

ઝવાહિરી
ઝવાહિરી

ઓસામા બિન લાદેનના આતંકી સંગઠન અલ કાયદાના ખૂનખાર આતંકવાદી અલ જવાહિરીએ કાશ્મીરને લઈ ભારતને ધમકી આપી છે. ઝવાહિરીએ કાશ્મીરમાં આતંક ભડકાવવાને લઈ સંદેશ જાહેર કર્યો છે. ઝવાહિરીએ ‘કશ્મીર કો મત ભૂલના’ નામથી સંદેશ જાહેર કર્યો છે.

આતંકવાદીઓ જેહાદી-મુજાહિદીન ગણાવતા ઝવાહિરીએ કહ્યું છે કે કાશ્મીરમાં લડી રહેલા જેહાદીઓને પાકિસ્તાની એજન્સીઓની પકડમાંથી છોડાવવા જોઈએ. મુજાહિદીનોને શરિયાના હિસાબથી પોતાની રણનીતિ બનાવવી જોઈએ. ઝવાહિરીએ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોની વિરુદ્ધ જેહાદ છેડવા માટે કહ્યું છે.

૧૪ મિનિટના સંદેશમાં ઝવાહિરીએ કહ્યું કે ‘મારા વિચારથી કાશ્મીરમાં મુજાહિદીને એકાગ્રતાથી ભારતીય સેના અને સરકાર પર નિશાન સાધવું જોઈએ. તેમણે ફિદાયીન હુમલાને અંજામ આપવો જોઈએ. તેનાથી ભારતીય અર્થવ્યવસ્થા પર ખાસી અસર થશે. સાથોસાથ ભારતને સૈનિકોની ભારે ઘટનો સામનો કરવો પડશે.

ઝવાહિરી જે સમયે બોલી રહ્યો હતો ત્યારે જાકિર મૂસાની તસવીર સ્ક્રીન પર દેખાતી હતી, પરંતુ તેણે તેનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. આ વર્ષે કાશ્મીરમાં સુરક્ષાદળોએ તેને ઠાર માર્યો હતો. જાકિર મૂસા અન્સાર ગજવાત-ઉલ-હિન્દનો પ્રમુખ હતો. તે સંગઠન અલ-કાયદા સાથે પણ જોડાયેલો હતો.

આ પણ વાંચો : ‘કર-નાટક’: બાગી ધારાસભ્યો ‘સુપ્રીમ’ના શરણે, આજે સુનાવણી

‘વોલ સ્ટ્રીટ જનરલ’ મુજબ અલ ઝવાહિરીએ ૧૯૮૮માં અલ-કાયદાની સ્થાપના કરવામાં લાદેનની મદદ કરી હતી અને તેણે અફઘાનિસ્તાન તથા પાકિસ્તાનમાં સંગઠનની પ્રવૃત્તિઓનું નેતૃત્વ કર્યુ હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK