Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > યોગી આદિત્યનાથે અક્ષયકુમાર સાથે ફિલ્મસિટી બાબતે ચર્ચા કરી

યોગી આદિત્યનાથે અક્ષયકુમાર સાથે ફિલ્મસિટી બાબતે ચર્ચા કરી

02 December, 2020 10:42 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યોગી આદિત્યનાથે અક્ષયકુમાર સાથે ફિલ્મસિટી બાબતે ચર્ચા કરી

મુંબઈની એક હોટેલમાં યોગી આદિત્યનાથ અને અભિનેતા અક્ષય કુમાર

મુંબઈની એક હોટેલમાં યોગી આદિત્યનાથ અને અભિનેતા અક્ષય કુમાર


ઉત્તર પ્રદેશમાં ગૌતમ બુદ્ધ નગરમાં યમુના એક્સપ્રેસવે પાસે ૧૦૦૦ એકરમાં બની રહેલી ફિલ્મસિટીમાં કોને કેટલી જગ્યા જોઈએ છે અને અગ્રણી ફિલ્મનિર્માતાઓના વિચાર જાણવા માટે ગઈ કાલે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ મુંબઈ આવ્યા હતા. ગઈ કાલે તેમણે અભિનેતા અને ફિલ્મનિર્માતા અક્ષયકુમાર અને અનિલ શર્મા સાથે મુલાકાત કરી હતી. મુખ્ય પ્રધાને તેમની સાથે લંબાણપૂર્વક ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું હતું.

યોગી આદિત્યનાથ મુંબઈમાં રોકાયા હોવાથી તેઓ આજે બોલાવેલી વધુ એક બેઠકમાં સુભાષ ઘઈ, રમેશ સિપ્પી, તિગ્માંશુ ધુલિયા, મધુર ભંડાકર, સિદ્ધાર્થ રૉય કપૂર અને ટી-સિરીઝના ભૂષણકુમાર સાથે મુલાકાત કરશે અને તેમના વિચાર જાણવાનો પ્રયાસ કરશે.



ઉત્તર પ્રદેશમાં પણ મુંબઈની જેમ ફિલ્મસિટીનું નિર્માણ થાય અે માટેના પ્રયાસ યોગી આદિત્યનાથ કરી રહ્યા છે. તેઓ ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભાની ચૂંટણી આવે અે પહેલાં અહીં શૂટિંગ શરૂ કરી દેવા માગે છે જેથી તેઓ ફિલ્મ પ્રોડક્શન હાઉસના માલિકો, અભિનેતાઓ અને કલાકારોને મળી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2020 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK